Surat news સુરત (Surat) માં કોલેજ પરીક્ષામાં ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યો છે. પરીક્ષા ચાલતી હોય ત્યારે ચોરી કરતા વિદ્યાર્થીઓ (Student) ચોરી કરવાના અવનવા પેંતરાઓ અપનાવતા હોય છે. ક્યારેક વિદ્યાર્થીઓ (Students) ચોરી કરતા પકડાઈ જતા હોય છે. ત્યારે આવી જ એક સુરત શહેરમાં સામે આવી છે. VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ચોરી કરવાની નવી ટ્રિક અપનાવી હતી. પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી જવાબો લખીને લાવ્યા હતા.
પરીક્ષામાં આવેલા 3 વિદ્યાર્થીઓ નવી ટ્રિકથી ચોરી કરતા ઝડપાયા હતા. જે બોલપેન પર પેન્સિલથી જવાબો લખીને લાવ્યા હતા. જેવા જવાબો લખાઈ ગયા બાદ તેઓ ભૂંસી નાખતા હતા. ફ્લાઈંગ સ્કવોર્ડે ગણતરીની મિનિટોમાં ટ્રિક ઝડપી પાડી હતી અને 3 વિદ્યાર્થીઓને ચોરી કરતા ઝડપી લીધા હતા. ત્યારબાદ ફ્લાઈંગ સ્કવોડે સમગ્ર ઘટનાની વિગતો પ્રેક્સિટ ઇન્કવાયરી કમિટીને સોંપી છે.
કમિટીએ આ ચોરી કરતા ઝડપાયેલા 3 વિદ્યાર્થીઓને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપ્યા હતા. તો ચોરી કરવા બદલ 3 વિદ્યાર્થીઓને રુ.2500નો દંડ પણ ફટકાર્યો હતો. દંડ ફટકારીને યુનિવર્સિટીએ તમામ કોલેજોમાં કડક ચેકિંગની સૂચના આપી હતી.
આ પણ વાંચો: સુરતમાં શિક્ષિકા ગર્ભવતી હોવાથી હતી અજાણ, વધુ ખુલાસા થવાની શક્યતા
આ પણ વાંચો: સુરતના સારોલીમાં મોડેલિંગ કરતી યુવતીએ ગળાફાંસો ખાધો
આ પણ વાંચો: સુરત શહેર-ગ્રામ્યની 68 સ્કૂલોને રૂપિયા 10 હજારનો દંડ ફટકારાયો, સ્કૂલોને અલ્ટીમેટમ
