સુરત/ કિરણ ચાર રસ્તા પર 11 વૃક્ષો કપાયા, પર્યાવરણ પ્રેમીઓમાં ફેલાયો રોષ

સુરતના યોગીચોક પાસે આવેલ કિરણ ચાર રસ્તા પર સર્કલ પર 11 જેટલા વૃક્ષો કાપવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટનાને લઇ ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં વૃક્ષો કાપનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે.

Gujarat Others
કિરણ ચોક

સુરતના કિરણ ચાર રસ્તા સર્કલ પર 11 વૃક્ષો કાપવાની ઘટના સામે આવ્યા બાદ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટે વાંધો ઉઠાવ્યો છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટે સરથાણા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.વૃક્ષો કાપનારા અસામાજિક તત્વો સામે કડક પગલા ભરવાની માગ કરી છે. સુરતના યોગી ચોક નજીક મહાનગરપાલિકા દ્વારા સર્કલ બનાવવામાં આવ્યું છે. સર્કલ બનાવવાની આ કામગીરી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ 11 જેટલા વૃક્ષો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે.

સુરતના યોગીચોક નજીક કિરણ ચોક પાસે સુરત મહાનગર પાલિકા દ્વારા જે સર્કલ બનાવવામાં આવ્યું છે ત્યાં ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક અસામાજિકતત્વો દ્વારા મોડી રાત્રે 11 જેટલા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ ગ્રીન આર્મીના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે ગ્રીન આર્મી ગ્રુપના પ્રમુખ તુલસીભાઈ માંગુકિયા દ્વારા સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપવામાં આવી છે.

તુલસીભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે, આ તમામ વૃક્ષ અમે દિકરાની જેમ ઉછેરીયા છે. કોઈ પણ વૃક્ષને કાપવું જોઈએ નહીં. તુલસીભાઈ માંગુકિયા અને તેમની ટીમ દ્વારા આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે આ ઘટનાની જાણ તેમને થઈ ત્યારે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને વૃક્ષોને કપાયેલી હાલતમાં જોઈને રડી પડ્યા હતા. આ ઘટના 23 ડિસેમ્બર મોડી રાત્રે બની હતી.

ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક લાખ કરતા વધારે વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાંથી 60000 કરતાં વધારે વૃક્ષ મોટા થઈ ગયા છે અને 35,000 જેટલા વૃક્ષોનું વાવેતર હાલ થયું છે. ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા વૃક્ષોને દીકરાની જેમ સાચવવામાં આવે છે. રોજબરોજ વૃક્ષોને પાણી આપવાથી લઈને જરૂરિયાતના ખાતર સહિતની વસ્તુ પણ વૃક્ષોને પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વૃક્ષોનું સંરક્ષણ થઈ શકે તે માટે ટ્રીગાર્ડ પણ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો: ભાજપ બાદ હવે AAPએ ભારત જોડો યાત્રા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- કોરોના રોકવા માટે ફરજિયાત પ્રોટોકોલકરો પાલન

આ પણ વાંચો: ચીનના ડોક્યૂમેન્ટ થયા લીક થતા હંગામો, 25 કરોડ લોકોને થયો છે કોરોના

આ પણ વાંચો:દિલ્હીમાં ગાંધી પરિવાર સાથે ‘ભારત જોડો યાત્રા’માં જોડાયા અભિનેતા કમલ હાસન