Women's Day/ મહિલા ક્રાંતિનો શંખનાદ, આ ગામમાં છેલ્લા 15 વર્ષથી મહિલાઓ ચલાવે છે ગ્રામપંચાયત

મહિલા ક્રાંતિનો શંખનાદ, આ ગામમાં છેલ્લા 15 વર્ષથી મહિલાઓ ચલાવે છે ગ્રામપંચાયત

Gujarat Others Trending

આજે મહિલા દિવસે આપણે ઘણી મહિલા અંગે વાત કરી પરંતુ હવે આપણે એક એવા ગામ વિષે વાત કરીશું જયાં મહિલાઓનું જ શાસન ચાલે છે. પુરુષ પ્રધાન દેશમાં ગુજરાતના એક નાનકડા ગામમાં  મહિલાઓ શાસન ચલાવે છે. ગીરસોમનાથમાં આવેલા એક ગામમાં પંચાયતની આખી બોડી મહિલાઓની છે. ગામમાં મહિલાઓ શાસન ચલાવે છે.

મહિલાઓ ચલાવે છે શાસન

પંચાયતની બોડી આખી મહિલાઓની

15 વર્ષથી મહિલાઓ કરી સાસન

ગામમાં ચાલે છે માત્ર મહિલાઓની હકુમત

સામાન્ય રીતે ગામડું નામ સાંભળતા ગામના જુનાં ઢાચા,ઢાળીયા અને નળિયાં વાળા મકાનો અને માળખું કોઈનાં પણ મગજમાં આવે. પરંતુ આજે તમને એવા ગામથી રૂબરૂ કરાવીશું જે શહેરથી જરા પણ  ઉણું ઉતરે તેવું નથી. નવાઈની વાત એ છે કે અહીં મહિલાઓનું રાજ છે.  બાદલપરા ગામ જેને આદર્શ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદલપરા ગામ વિકાસ, શિસ્ત સ્વચ્છતા અને અહીંની મહિલા પંચાયતને કારણે અન્ય ગામોથી અલગ તરી આવે છે.

સૌ પ્રથમ વાત કરીએ અહીંની મહિલા પંચાયતની આઝાદી બાદ આ ગામમાં એક પણ વખત ચૂંટણી થઈ નથી. તો છેલ્લા દોઢ દાયકાથી એટલે કે 15 વર્ષથી અહીં મહિલા બોડી ગ્રામપંચાયતનો કારોબાર સંભાળી રહી છે. મહિલા સરપંચ અને 8 સભ્યોની બોડી ગામનું શાસન ચલાવી રહી છે.

જમીન પર લીલી ચાદર  વચ્ચે સુંદર મજાનું ગોકળીયું ગામ વસ્યું હોય તેવા અદભુત અને રમણીય ગામ એટલે બાદલપુર . ગામનાં પ્રવેશ દ્વાર પર સુંદર મજાનો ગેટ અને ગેટથી અંદાજે 2 કિલોમીટર સુધીનો રસ્તો. રસ્તાની બન્ને સાઈડ પામનાં સુંદર મજાનાં વૃક્ષો. ગામનાં દરેક મકાનનાં 10 મીટરનાં એરિયામાં વૃક્ષ જોવા મળી રહ્યું છે. ગામની દરેક શેરીનાં નંબર અને નામ તેમજ આ શેરીમાં રહેતા દરેક વ્યક્તિનાં નામ સાથે સાઈનબોર્ડ દરેક શેરીના નાકે ઉપલબ્ધ જ હોય છે. જેથી તમે સહેલાય થી તે વ્યક્તિનાં ઘરે પહોંચી શકો. ગામની દરેક શેરીમાં રસ્તા અને બ્લોક પાથરેલા  જોવા મળી રહ્યા છે. દરેક શેરીનાં રસ્તાઓ હાઈટ પર બનાવાયા છે જેથી ચોમાસા ક્યારેય અહીં પાણી ભરાવાનો પ્રશ્ન જ રહેતો નથી.

આઝાદી બાદ બાદલપરા ગામ સમરસ થઈ રહ્યું છે જેના કારણે ચૂંટણીઓનો ખર્ચ બચે અને સરકાર દ્વારા મળી રહેલી રકમ વિકાસના કામોમાં વપરાઈ રહી છે. ગામમાં 15 વર્ષથી મહિલા બોડી દ્વારા સુશાસન ચલાવાઈ રહ્યું છે.  અહીનાં પુરુષો પણ મહિલાઓને શાસન વ્યવસ્થામાં સહકાર આપે છે. પુરુષ પ્રધાન સમાજમાં મહિલાશાસિત  ગ્રામપંચાયત સુઘડ અને સુદ્રઢ રીતે ચલાવી અહીંની મહિલાઓ અન્ય ગામની મહિલાઓ માટે ખરા અર્થમાં આદર્શ બની છે.