Ahmedabad News/ અમદાવાદમાં PCBનો દરોડો, સરદારનગરમાંથી 333 વિદેશી બિયર ટીન જપ્ત

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં PCB દ્વારા મોટી કાર્યવાહી (PCB Raid). 333 વિદેશી બિયર ટીન સાથે ₹79,700નો જથ્થો જપ્ત, એક આરોપીની ધરપકડ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
PCB Raid

Ahmedabad News: અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂ અને બિયરના ગેરકાયદેસર વેચાણ સામે PCB (ક્રાઈમ પ્રિવેન્શન બ્રાન્ચ)એ (PCB Raid) મોટી કાર્યવાહી કરી છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે મોટી માત્રામાં વિદેશી બિયર જપ્ત કરી અને એક વ્યક્તિને જેલમાં ધકેલી દીધો.

PCB ટીમની (PCB Raid) ગાંધી કોલોનીમાં રેડ

PCB ટીમને (PCB Raid) માહિતી મળી હતી કે સરદારનગર વિસ્તારમાં રવિદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં એક ઘરમાં મોટા પ્રમાણમાં દારૂ છુપાયેલો છે.આ માહિતીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, ઘરમાં વિદેશી બિયરનો મોટો સ્ટોક મળી આવતા પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ.

પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી બિયરના કુલ 333 ટીન જપ્ત કર્યા. કુલ ₹79,700 ની કિંમતનો બિયર અને અન્ય દારૂ જપ્ત કરવામાં આવ્યો. ઘરના માલિક પવન ભવરલાલ સોલંકી (ઉંમર 22) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલા  અમદાવાદના એક કેફેમાં હુક્ક્બાર ચાલતો હોવાની માહિતી PCB પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે સરખેજ વિસ્તારમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં દરોડો પાડ્યો હતો. તપાસમાં આ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.

અહીંથી પોલીસે દરોડા દરમિયાન નિકોટીનયુક્ત હુક્કાના ફ્લેવર કબજે કર્યા હતા. આ હુક્કાબાર કોણ ચલાવતું હતું તથા કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


આ પણ વાંચો:  અમદાવાદની ખાનગી સ્કૂલ સેવન્થ ડેએ સરકારી આદેશના ધજાગરા ઉડાવ્યા

આ પણ વાંચો: સુરતની સેવન્થ ડે સ્કૂલના 100 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ધર્મશાળામાં ફસાયા

આ પણ વાંચો: બોપલની શિવ આશિષ સ્કૂલ દ્વારા 145 વિદ્યાર્થીને કરાવ્યો મહારાષ્ટ્રનો પ્રવાસ, DEOએ ફટકારી નોટિસ