બેદરકારી/ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં જીવિત બાળકને મૃત બતાવ્યું, પરિવારને જાણ થતાં…

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે.જીવિત બાળકને મૃત બતાવી વાલીને કબજો અપાયો હતો.જેના કારણે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી ભારે હંગામો મચ્યો હતો.

Gujarat Others
જીવિત બાળકને
  • ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી
  • જીવિત બાળકને મૃત બતાવી વાલીને કબજો અપાયો
  • હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી ભારે હંગામો
  • હોસ્પિ.ના અધિકારીઓએ મામલો દબાવવાનો પ્રયાસ
  • જવાબદાર અધિકારીઓએ તપાસ કરવાનું કહ્યું
  • અગાઉ પણ બાળકો મુદ્દે આ હોસ્પિટલ રહી છે ચર્ચામાં

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે.જીવિત બાળકને મૃત બતાવી વાલીને કબજો અપાયો હતો.જેના કારણે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી ભારે હંગામો મચ્યો હતો. પરિવારે મૃત બાળકી પોતાની ન હોવાનું અને પોતાને બાળક હોવાનું જણાવતાં હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. હાલ બાળક સ્વસ્થ અને સારવાર હેઠળ છે. જો કે, હોસ્પિટલના અધિકારીઓએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જણાવ્યું હતું.અગાઉ પણ બાળકો મુદ્દે આ હોસ્પિટલ ચર્ચામાં રહી છે.

આ પણ વાંચો :સુરતમાં જીવનમાં પહેલીવાર પતંગ ચગાવવા જતાં 6 વર્ષના બાળકને મળ્યું મોત, જાણો શું છે મામલો

પરિવારનો આક્ષેપ છે કે, પરણીતા દ્વારા સ્વસ્થ બાળકને જન્મ આપવામાં આવ્યો હતો. જોકે, તેના બદલામાં તેમને મૃત બાળકી આપી દેવામાં આવી હતી. આ અંગે તેમને સત્તાધીશોને ફરિયાદ કરતાં સમગ્ર ક્ષતિ સામે આવી હતી. પોતાના સ્વસ્થ બાળકના બદલે મૃત બાળકી આપી દેવામાં આવતાં પરિવાર રોષે ભરાયો હતો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, આજે વહેલી સવારે આ ઘટના બની હતી. હોસ્પિટલની બેદરકારીને કારણે બાળકની અદલા-બદલી થઈ ગઈ હતી. જેમને મૃત બાળકને જન્મ આપ્યો હતો તેમને સ્વસ્થ બાળક અને બીજા પરિવારને મૃત બાળક આપી દેવામાં આવતાં સ્વસ્થ બાળકના પરિવારે હોબાળો મચાવી દીધો હતો. આ અંગે હોસ્પિટલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કયા કર્મચારીઓ દ્વારા આ બેદરકારી દાખવવામાં આવી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :સુરતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ

હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઈને એક પરિવારને દોડતા થઈ જવું પડ્યું હતું. તો તેમણે રાહતનો શ્વાસ લઈ ઉપરવાળાનો આભાર પણ માન્યો હતો, પરંતુ બેદરકારી બદલ પડેલી હેરાનગતિ અને હાથમાં રહેલું બાળક કોનું? એવા પ્રશ્ન અને નારાજગી સાથે પરિવારજનો કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી. અધિકારી દ્વારા હાલમાં બાળકના દેહને જી.કે.જનરલ હોસ્પિટલમાં સુપરત કરી આપવાનું કહેવાયું હતું.

આ પણ વાંચો :અમદાવાદમાં રહો છો તો સાચવજો! શહેરમાં વધુ 10 વિસ્તારો માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાયા

આ પણ વાંચો :100 ગાડી અને 1000 બાઇકના કાફલા સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો રોડ શો નીકળ્યો……

આ પણ વાંચો :અમદાવાદમાં વકરતા કોરોના વચ્ચે કોર્પોરેશન ફ્લાવર શો યોજવા મક્કમ, 8 થી 23 જાન્યુઆરી દરમ્યાન આયોજન