કોરોનાએ સાબરકાંઠા જીલ્લાનું વડુમથક જાણે બાનમાં લીધુ હોય તેવા કિ-પર્સન કોરોનાની ઝપેટમાં આવી ગયાની વિગતો સામે આવી રહી છે. સામાન્ય માણસને જ્યારે કોરોના પોઝિટિવ આવે તો તેને કારણે વધુ લોકોને કોરેન્ટાઇન કરવામા નથી આવતા કારણ કે તેમનાં સંપર્કમાં ઓછા લોકો આવતા હોય છે, જ્યારે કોઇ મહત્વ પૂર્ણ જગ્યાએ બેસતા વ્યક્તિને કોરોના આવે તો અનેક લોકોને કોરેન્ટાઇન કરવાની ફરજ પડે છે અને આવુ જ કંઇક સાબરકાંઠા મામલે જોવામાં આવી રહ્યું છે.
સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં પ્રાંત અધિકારીને કોરોના પોઝિટિવ આવતા, અધિકારીની સાથે સાથે 25 થી વધુ કર્મચારીઓને હોમકોરેન્ટાઇન કરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. કહી શકાય કે, હિંમતનગરનાં પ્રાંત અધિકારીની પૂરી ઓફિસ કોરેન્ટાઇન થઇ જતા રેશનકાર્ડની કામગીરી બંધ કરાઈ હોવાની પણ વિગતો વિદિત છે.
સાબરકાંઠાનાં હિંમતનગરનાં નગર પાલિકાનાં કોર્પોરેટરને કોરોના આવ્યાની પણ વિગતો સામે આવી રહી છે. જી હા, હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ નીલાબેન પટેલને કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, નીલાબને હિંમતનગરનાં મહાવીરનગર, વોર્ડ નંબર- 9નાં મહિલ કોર્પોરેટનર હતા અને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા.
હિંમતનગરમાં ગ્રામીણ બેંકના મેનેજરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જી હા, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજરને કોરોના પોઝિટિવ આવતા જૂની સિવિલ સામે આવેલ બેન્ક હાલ બંધ કરાઈ છે. બેંકના પાંચ કર્મચારીઓને હોમ કોરોન્ટાઈ કરાયા છે. કોરોનાનાં કારણે બેંક બંધ હોય બેંકમાં આવતા ગ્રાહકોને પાછા મોકલવાની ફરજ પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
