Bharuch news/ ભરૂચના શખ્સને ઠગે રાજ્યકક્ષાના વિદેશમંત્રીના કેર ટેકરની ઓળખ આપી લાખો રૂપિયા ખંખેર્યા

પાસપોર્ટ સહિત મહત્વના દસ્તાવેજો લઈ લીધા હતા તેમજ 9.54 લાખ રૂપિયા લઈ વિઝા અપાવવાની બાંહેધરી આપી હતી.

Top Stories Gujarat Others Breaking News

Bharuch News: ભરૂચ(Bharuch)ના રહેવાસી અમિત વાઘેલાને અમદાવાદ(Ahmedabad)ના ઠગે વિદેશ રાજ્યમંત્રી ડો રાજકુમાર રંજન સિંઘ(Rajkumar Ranjan Singh)ના કેરટેકર તરીકે ઓળખ આપી કેનેડામાં વિઝા અને નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા 10 લાખ ખંખેર્યા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

ભરૂચમાં રહેતા અમિત વાઘેલાએ 2021 માં પોતાના, તેમની પત્ની અને બે બાળકો માટે વિઝિટર વિઝા (Visitor Visa) માટે અરજી કરી હતી. ત્યારે તેઓ અમદાવાદમાં રહેતા ગઠિયા મનમોહન શ્રીવાસ્તવના સંપર્કમાં આવ્યા હતા. ગઠિયાએ પોતાની ઓળખ રાજ્યકક્ષાના વિદેશમંત્રીના (Minister of State for External Affairs) કેરટેકર તરીકેની ઓળખ આપી અમિત વાઘેલાનો વિશ્વાસ જીત્યો હતો. તેમણે મંત્રીના ઘરે લઈ જઈ અમિત વાઘેલા સાથે ફોટા પણ પડાવ્યા હતા. ત્યારેબાદ કેનેડા (Canada) જવાની લાલચ આપી પાસપોર્ટ સહિત મહત્વના દસ્તાવેજો લઈ લીધા હતા તેમજ 9.54 લાખ રૂપિયા લઈ વિઝા અપાવવાની બાંહેધરી આપી હતી.

મનમોહન શ્રીવાસ્તવ વિઝા માટે અમિત વાઘેલાને અવાર-નવાર દિલ્હી બોલાવતો હતો. વર્ષ 2023માં ફેબ્રુઆરીમાં તેઓ ત્રણ દિવસ માટે દિલ્હી ગયાં હતાં, જ્યાં ત્રણ દિવસ સુધી તેઓ ફોન પર સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં હું આવું છું તેમ કહેતો હતો. 2024માં જાન્યુઆરી મહિનામાં મનમોહને તેમને જણાવ્યું હતું કે, તમારા વિઝા થઇ ગયાં છે. કેનેડા જવાની તૈયારીઓ કરી દો. ઠગે અમિત વાઘેલાને મિલકત, વાહનો વેચી દેવાનું કહેતાં અમિતે તેમની કાર વેચી દીધી હતી. ઉપરાંત મકાનનો પાવર તેમના ભાઇને આપી દીધો હતો. સમય જતાં અમિત વાઘેલાને પોતાની સાથે છેતરપિંડી (Cheating) થઈ હોવાનું જણાતાં ભરૂચ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિઝા રિઝકેશનથી ભારતીયોએ રૂ. 662 કરોડ ગુમાવ્યા: યુએસ, શેંગેન પ્રવાસ હજુ પણ એક સ્વપ્ન

આ પણ વાંચો:સરકાર વિદેશી વિદ્યાર્થીઓને બે વિશેષ શ્રેણીના વિઝા આપશે

આ પણ વાંચો:H1B વિઝા નહીં, આ પ્રોગ્રામ બંધ થવાથી અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે