Not Set/ સુરત/ C R પાટીલની કાર રેલી રદ, મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં લેવાયો નિર્ણય

 ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની સુરત ખાતે કાર રેલી રદ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સીઆર પાટીલ સુરતમાં છે. રેલી રદ થવા પર  સીઆર પાટીલે જણાવ્યું હતું કે કોરોનાનું સહેજ પણ સંક્રમણ પ્રસરાય તેવું જોખમ હોય તો આવો કાર્યક્રમ ન કરવો જોઈએ ત્યારે 2000 લોકો […]

Gujarat Surat
 ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની સુરત ખાતે કાર રેલી રદ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સીઆર પાટીલ સુરતમાં છે. રેલી રદ થવા પર  સીઆર પાટીલે જણાવ્યું હતું કે કોરોનાનું સહેજ પણ સંક્રમણ પ્રસરાય તેવું જોખમ હોય તો આવો કાર્યક્રમ ન કરવો જોઈએ ત્યારે 2000 લોકો એકઠા થયા હોવાથી રેલીનું વિસર્જન કરવાની સૂચના આપી છે.

આ અંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “મને ભાજપા તરફથી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારી સંભાળ્યા બાદ હું પ્રથમ વખત સુરત આવ્યો છું. અહીં મારું ઘર હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ હોય તે સમજી શકાય છે. આ માટે તેમણે મારા સ્વાગતનો કાર્યક્રમ ગોઠવ્યો છે. આ સાથે જ તેમણે મને ખાતરી આપી હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે.

રેલીનું આયોજન પણ ખૂબ સારું થયું છે. પરંતુ મને જાણકારી મળી છે કે 1500થી બે 2000 જેટલી કાર સાથે લોકો આવી પહોંચ્યા છે. ત્યાં કિલોમીટર લાંબી લાઈન લાગી છે. આવા સંજોગોમાં નાનો પણ ભય હોય ત્યારે શહેરના લોકો માથે સંકટ ઊભું થાય તેવું પગલું ન ભરવું જોઈએ. આ કારણ મેં કાર્યકરોને પરત જવાની વિનંતી કરી છે. બીજું કે નવસારી ખાતે પણ આવતીકાલે મારા સ્વાગત માટે 1000 કાર સાથે રેલી કાઢવાની હતી તે આયોજન પણ રદ કરવા માટે મેં વિનંતી કરી છે.”

ઉલ્લેખનીય છે કે, સીઆર પાટિલની રેલીની સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ હાર્દિક પટેલના સ્વાગતમાં  રેલી કાઢવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. કોંગ્રેસે પોલીસ પાસે રેલીની મંજૂરી   માંગી હતી. સુરત મનપાના  કોંગ્રેસ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સ્થાનિક પોલીસ પાસે હાર્દિક પટેલના સ્વાગત સમારોહ માટે મંજૂરી માંગી હતી. એચએએલ માં જ હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.