Junagadh News: જૂનાગઢમાં વરસાદ (Junagadh rain)ના દોરમાં ભેંસાણ અને બીલખા પંથકમાં સતત બીજા દિવસે મોડી સાંજથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.
જૂનાગઢમાં વરસાદ (rain) બાદ રસ્તાઓ પર પાણી
મોડી સાંજથી શરૂ થયેલા ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ભેંસાણ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે.
ભેંસાણ વરસાદ (Bhesan rain) ઉપરાંત બીલખા વરસાદ (Bilkha rain) પણ સતત બીજા દિવસે ચાલુ રહ્યો છે. ગઈકાલે પણ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
વરસાદ વચ્ચે ખેડૂતોમાં ચિંતામાં વધારો
આજે ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતા (farmers concern) વધી ગઈ છે. બીલખા પંથકમાં પણ ખેડૂતો પાકની સ્થિતિને લઈને ચિંતિત બન્યા છે. કાપણી કરેલા પાકને નુકસાન (crop damage)ની ભીતિ સેવાઈ રહી છે. સતત વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચો: ખેતરમાં તૈયાર પાક પર વરસાદનું પાણી ફરી વળ્યું, અમરેલીના ખેડૂતોની મહેનત પર પાણી
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો! અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં
આ પણ વાંચો: અમદાવાદના SG હાઈવે પર વરસાદી માહોલ! ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
