World News/ શેખ હસીનાને ભારત મોકલવાની ચાલી રહી છે તૈયારી? જાણો હાઈ કમિશનરનું નિવેદન

બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના (Sheikh Hasina)ના પ્રત્યાર્પણ માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી. ભારતને ઔપચારિક વિનંતી મળી છે અને 2013 ની સંધિ હેઠળ કાનૂની તપાસ ચાલી રહી છે.

Top Stories World
Sheikh Hasina નું પ્રત્યાર્પણ થશે કે નહીં?

World News :ભારતે જણાવ્યું છે કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના (Sheikh Hasina)ના પ્રત્યાર્પણ માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી. ભારતને બાંગ્લાદેશ (Bangladesh)તરફથી હસીનાને પાછા મોકલવા માટે ઔપચારિક વિનંતી મળી છે અને હાલમાં આ વિનંતીની કાનૂની તપાસ ચાલી રહી છે.

ઓગસ્ટ 2024માં વધતી જતી રાજકીય કટોકટી (Political crisis)વચ્ચે શેખ હસીના અચાનક બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા હતા. તે સમયે માનવતાવાદી અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને ભારતે તેમને પ્રવેશવાની મંજૂરી આપી હતી.

sekh hasina

2013 ની પ્રત્યાર્પણ સંધિ અને કાનૂની પ્રક્રિયા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013 માં પ્રત્યાર્પણ સંધિ (Extradition treaty) પર હસ્તાક્ષર થયા હતા અને 2016માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સંધિ હેઠળ આરોપીઓને પરત મોકલવાની જોગવાઈ છે, જોકે રાજકીય ગુનાઓ અને સ્થાનિક ન્યાયિક બાબતોને લગતા અપવાદો પણ સામેલ છે.

bangaladesh

હસીનાની પ્રત્યાર્પણ વિનંતીની કાનૂની તપાસ ભારતમાં પ્રક્રિયાધીન હોવાથી સરકાર સીધો રાજકીય નિર્ણય લઈ શકતી નથી, જેમાં ભારતીય અદાલતો (Indian Courts)પણ મુખ્ય ભૂમિકા ભજવશે.પ્રત્યાર્પણનો આ કેસ ચાલુ હોવા છતાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર, ઊર્જા ગ્રીડ કનેક્ટિવિટી અને સરહદ પારના માળખા જેવા મુદ્દાઓ પર વાતચીત અને સહયોગ યથાવત છે.


આ પણ વાંચો:ભારતમાં બાંગ્લાદેશના નવા હાઈકમિશનર બનશે અસદ આલમ સિયામ

આ પણ વાંચો:બાંગ્લાદેશ-ભારત સંબંધોમાં તણાવ; બાંગ્લાદેશે ભારત સાથેના કરારો તપાસવાની કવાયત કરી શરૂ

આ પણ વાંચો:બાંગ્લાદેશ મક્કા ડિફેન્સ એગ્રીમેન્ટમાં જોડાશે? સાઉદી-પાકિસ્તાન-તુર્કી સાથે હાથ મિલાવવાની તૈયારી