રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ સામાન્ય છે ,કોરોનાના નવા કેસમાં નજીવો વધારો જોવા મળ્યો છે,ગુજરાતમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે .રાજ્યમાં કોરોના કંટ્રોલમાં જોવા મળે છે ,જેના લીધે પરિસ્થિતિ રાબેતા મુજબ સામાન્ય બની રહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે,જ્યારે રાજ્યમાં કુલ કેસ 8,25,274 નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યુ છેલ્લા 24 કલાકમાં થયું નથી,જે સારી વાત છે. રાજ્યમાં આજે કોરોનાને માત આપીને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 20 છે. કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા કુલ 8,15,556 છે, કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. રાજ્યમાં કુલ એકટિવ કેસ 133 પર પહોચ્યા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાથી જન જીવન સામાન્ય બન્યું છે અને રાજ્યમાં ધંધો,વેપાર પણ રાબેતા મુજબ થયા છે. રાજ્ય સરકારે હાલ કોરોના વેક્સિન પર ફોક્સ કર્યો છે.કોરોનાની ગાઇડ લાઇનમમાં છૂટછાટ પણ આપવામાં આવી છે .
