આગામી 15 મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશ સ્વંત્રતા દિવસ ઉજવશે અને દેશવાસીઓ આઝાદીના રંગમાં રંગાશે, ત્યારે બીજી બાજુ આ ખાસ આઝાદીના પર્વને લઈ રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પીએમ મોદી સાથે વાત કરતાં રડી પડયાં ભારતીય મહિલા ખેલાડી, કહ્યું – સૌએ શાનદાર પ્રદર્શન કર્યુ…
રાજધાનીમાં સ્વતંત્રતા દિવસ પહેલા જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે, ત્યાં જ લાલ કિલ્લાની આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને લાલ કિલ્લાની પાસે મોટા-મોટા કંટેનર્સ લગાવવામાં આવ્યા છે.
બીજી બાજુ ગત 26 જાન્યુઆરીએ ખેડૂતના આંદોલનના નામે થયેલી હિંસાને જોતા દિલ્હી પોલીસ આ ખાસ પર્વને લઈને એલર્ટ થઇ ગઈ છે અને ઘણી કડક સુરક્ષા કરી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલુ ખેડૂત આંદોલનના જોતા આ વખતે લાલ કિલ્લાના મેન ગેટ પર આ કંટેનર્સ લગાવવામાં આવ્યા છે. જેથી કોઈ પ્રદર્શનકારી પોલીસના ચક્રવ્યુહને ભેદીને આવે તો કંટેનર્સને પાર કરી શકે નહીં.
આ પણ વાંચો :કેન્દ્રની રાજ્યોને ચેતવણી, શું ફરી લાગશેે તહેવારોને કોરોનાનું ગ્રહણ?
આ સંજોગોમાં ખાનગી એજન્સીઓને સતત એ ઈનપુટ મળી રહ્યા છે કે 15 ઓગસ્ટના દિવસે પ્રદર્શનકારીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે અને લાલ કિલ્લા પર પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે.
આપને જણાવી દઈએ કે, આઝાદી મળ્યા બાદ દર પંદર ઓગસ્ટે વડા પ્રધાન લાલકિલ્લાની પ્રાચીરથી ધ્વજ ફરકાવે છે, જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના સંકટના કારણે વર્ષે પણ ઓછા લોકોને જગ્યા મળી શકે છે, પરંતુ આ સ્થિતિને જોતા પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઈ ચર અને સુરક્ષાને આકરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :કાશ્મીરમાં એક જ દિવસમાં 2 આતંકી હુમલાના બનાવો
આ પણ વાંચો :ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત કરતા, આ રીતે યુવક અચાનક 120 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો
ઉલ્લેખનીય છે કે આ વર્ષના શરૂઆતમાં 26 જાન્યુઆરીએ જ્યારે દિલ્હીમાં કાર્યક્રમ થઈ રહ્યો હતો ત્યારે ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ કાઢી હતી, આ દરમિયાન લાલકિલ્લા પર હિંસા કરવામાં આવી હતી. લાલકિલ્લાની પ્રાચીર પર પ્રદર્શનકારીઓએ પોતાના ધ્વજ ફરકાવ્યો હતો અને લાલકિલ્લામાં તોડફોડ કરી હતી.
