GandhinagarNews:ગુજરાતમાં કમોસમી વરસાદ (unseasonal rain)ને કારણે શિયાળાની ઋતુમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 31 ઑક્ટોબરે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
કમોસમી વરસાદ (unseasonal rain)ને લઈને ચાર જિલ્લામાં ચેતવણી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલા વરસાદથી મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે. આના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર જેવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં આ સ્થિતિ સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. જેને લઈ ચાર જિલ્લા માટે યલો ઍલર્ટ (yellow alert) જાહેર કરવામાં આવ્યું હતું.
7 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં માવઠું નોંધાયું છે.
દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલું લો પ્રેશર (low pressure) સર્જાયું હતું ગઈકાલની સ્થિતિ મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો પર દરિયાની સપાટીથી 4.5 કિલોમીટર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે રહેલું છે.દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારો પર દરિયાની સપાટીથી 0.9 કિલોમીટર ઉપર ગઈકાલે જોવા મળેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે વધુ સ્પષ્ટ રહ્યું નથી.
આ પણ વાંચો: ખેતરમાં તૈયાર પાક પર વરસાદનું પાણી ફરી વળ્યું, અમરેલીના ખેડૂતોની મહેનત પર પાણી
આ પણ વાંચો: રાજ્યમાં 3 દિવસ હળવા વરસાદની આગાહી:29 અને 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા
આ પણ વાંચો: વરસાદ ખેંચાતાં સરકાર એક્શનમાં, રાજ્યના વિવિધ જળાશયોમાંથી તબક્કાવાર છોડાશે પાણી
