જૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીનાં ચૂલડી ગામે પૂર્વ સરપંચ અને તેના પત્ની એ ઝેરી દવા પી ને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. કોઇ અગમ્ય કારણો સર બંને એ આત્મ હત્યા કરી હતી.ચૂલડી ગામનાં પૂર્વ સરપંચ દિલીપ રાઠોડ કે જેઓ નિવૃત આર્મી ઓફિસર પણ હતા.
પૂર્વ સરપંચ દિલીપ રાઠોડ અને તેમના પત્નિ પૂજા રાઠોડે ઝેરી દવા ગટગટાવી લેતા પૂર્વ સરપંચનાં પત્નીનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ચૂલડી ગામનાં પૂર્વ સરપંચ દિલીપ રાઠોડને કેશોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું પણ મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે, સરપંચનાં શરીર પર ઇજાનાં નિશાનો જોવા મળી આવ્યા છે, જેથી મોતનો મામલો શંકસ્પદ જણાતા ડેડ બોડી ને પી.એમ અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સુધીમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આપધાત કરવાનું કારણ અકબંધ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
