Kutch News: કચ્છ (Kutch) જિલ્લામાં આજે વહેલી સવારે 3:13 વાગ્યે ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાયો છે. 3.0 રિક્ટર સ્કેલની તીવ્રતા સાથે ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર નોંધાયું છે.
વર્ષ 2025 ની શરૂઆતમાં કચ્છમાં ભૂકંપના સતત આંચકાથી લોકોમાં ભય ફેલાયેલો છે. આ ભૂકંપની અસરની પરિસ્થિતિ અંગે કોઈ મોટી જાનહાનીની માહિતી નથી મળી, પરંતુ સ્થાનિકો વચ્ચે તણાવ અને ચિંતાનો વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને ધ્રુજાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.
અગઉ કચ્છ જીલ્લામાં આજે વહેલી સવારે અંદાજે 4 કલાક 45 મિનિટે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધરા ધ્રુજતા લોકો ઘરની, દુકાનની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિમી દૂર નોંધાયું હતું.
આ પણ વાંચો: કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, સાંજે 4:16 કલાકે ભૂકંપનો આંચકો !
આ પણ વાંચો: અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
આ પણ વાંચો: કચ્છમાં ભૂકંપનો આંચકો, લોકો ભયભીત
