Ahmedabad News : ક્રાઈમ બ્રાંચ અમદાવાદને માહિતી મળીહતી કે ગાઝા દેશની એક ટોળકી મોટા પ્રમાણમાં જુદી જુદી મસ્જિદોમાં જઈને પોતાની ઓળખ ગાઝાના ભોગ બનનાર નાગરિકો હોવાની આપીને મોટા પ્રમાણમાં રકમ એકઠી કરી રહી છે.
ક્રાઈમ બ્રાંચની તપાસ દરમિયાન એલિસબ્રિજની રિગલ હોટેલના રૂમ નંબર 201માં રોકાયેલા સિરીયાના અલી મેઘાત અલઝહેરને ઝડપી લેવાયો હતો. જે ગાઝાના નાગરિકની કોટી ઓળખ આપી જુદી જુદી મસ્જિદોમાં જઈને નાણાં એકઠા કરતો હતો. આ નાણાં તે વૈભવી જીવન જીવવા કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.
પુછપરછ દરમિયાન તેણે તેના જેવા અન્ય લોકો પણ ભારત આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે અલી મેઘાતને પકડતા અન્ય લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જેમના નામ ઝકારીયા હૈથમ અલઝર, અહમદ ઓહેદ અલ્હબશ અને યુસેફ ખાલીદ અલઝહર હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં ત્રણેયના પાસપોર્ટ મળી આવતા તેમની સામે લિક આઉટ નોટીસ (LOC) ઇશ્યુ કરવામાં આવી હતી.
આ ત્રણેય શખ્સો દિલ્હી એરપોર્ટથી વાયા દુબઈ થઈ દમાસ્કસ જવા બોર્ડિંગ કરાવતા હતા તે વખતે દિલ્હી એરપોર્ટ પર ત્રણેય સિરીયન નાગરિકને ઝડપી લેવાયા હતા. બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ દિલ્હી જવા રવાના થઈ હતી. આ ત્રણેયસિરીયન નાગરિકને બાદમાં અમદાવાદ લવાયા હતા.તપાસમાં ત્રણેય ઓગસ્ટથી ઓક્ટોબર સુધીના ભારતીય ટુરિસ્ટ વિઝા મેળવી 8.8.2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.
એરપોર્ટથી કોઈ મસ્જિદમાં નમાઝ પઢીને શાહઆલમમાં 1દથી 12 દિવસ રોકાયા હતા. બાદમાંટ્રેનમાં દિલ્હી ગયા હતા અને 13 દિવસ રોકાઈને મસ્જિદોમાં ફંડ એકઠુ કરવાનું કામ કર્યું હતું. જોકે કોઈએ ફંડ આપ્યું ન હતું. પરંતુ દિલ્હીથી સિરીયા જતા પહેલા દિલ્હી એરપોર્ટ પર પકડાઈ ગયા હતા.
તપાસમાં ત્રણ પૈકી અહમદ અલ્હબ્શ અગાઉ બે વખત પત્ની અને બાળકો સાથે ટુરિસ્ટ વિઝા પર ભારતમાં લખનૌ અને દિલ્હીની મસ્જિદોમાંથી ફંડ એકઢું કર્યું હોવાનું બહાર આવ્યું છે.જ્યારે અહમદ અલ્હબ્શ, યુસુફ અને ઝકરીયા પાસેથી 720 અમેરિકન ડોલર મળી આવ્યા છે.
આ પણ વાંચો:ઓનલાઈન ડેટિંગ એપથી સાવધાન, અમદાવાદનો એક યુવક રૂપસુંદરીની લાલચમાં બન્યો હનીટ્રેપનો શિકાર
આ પણ વાંચો:હનીટ્રેપમાં ફસાવવા માટે 48 રાજકારણીઓનો વીડિયો બનાવાયો, કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાનો દાવો
