Not Set/ નવરાત્રીનાં અંતિમ નોરતામાં વરસાદે કરી એકવાર ફરી એન્ટ્રી, ખેલૈયાઓને આજે કરી શકે છે નિરાશ

આજે નવરાત્રીનું નવમું નોરતુ છે. ત્યારે ગઇકાલે રાત્રીથી જ ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં વરસાદે એકવાર ફરી એન્ટ્રી કરી દીધી હતી. આ પહેલા નોરતાની શરૂઆતમાં જ વરસાદે ખેલૈયાઓનાં રંગમાં ભંગ કર્યો હતો. એકવાર ફરી તેવો જ માહોલ સર્જાયો છે, જેનાથી ખૈલાયાઓ ચિંતામાં મુકાયા છે. શું આજે તેઓ ગરબાનાં તેલા ઘૂમી શકશે, શું તેઓ આજે મન મૂકીને નવરાત્રીનાં […]

Top Stories Gujarat Others

આજે નવરાત્રીનું નવમું નોરતુ છે. ત્યારે ગઇકાલે રાત્રીથી જ ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં વરસાદે એકવાર ફરી એન્ટ્રી કરી દીધી હતી. આ પહેલા નોરતાની શરૂઆતમાં જ વરસાદે ખેલૈયાઓનાં રંગમાં ભંગ કર્યો હતો. એકવાર ફરી તેવો જ માહોલ સર્જાયો છે, જેનાથી ખૈલાયાઓ ચિંતામાં મુકાયા છે. શું આજે તેઓ ગરબાનાં તેલા ઘૂમી શકશે, શું તેઓ આજે મન મૂકીને નવરાત્રીનાં અંતિમ નોરતાને માણી શકશે? જેના જવાબ હવામાન વિભાગની આગાહી પરથી સમજી શકાય છે.

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવતા બે દિવસ હજુ વરસાદી પડી શકે છે. રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગઇકાલે રાત્રીથી જ વરસાદની શરૂઆત થઇ ગઇ હતી, જે હવે આવતા બે દિવસ આવે તેવી સંભાવનાઓ છે. જો કે આ સમાચાર સાંભળી ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આ વર્ષે રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. ત્યારે હવે લીલા દૂકાળનું નિર્માણ થયુ હોય તેવી પરિસ્થિતિ બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહી ગઇકાલે વરસાદે એન્ટ્રી કરતા ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો