Not Set/ સીરિયા વિદ્રોહી હુમલો: સતત ૩ દિવસથી થઈ રહેલા બોમ્બમારામાં 250થી વધુના મોત

સીરિયાના ઇસ્ટર્ન ઘોટાઉંમાં વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તારમાં જોરદાર હુમલો કરવામાં આવી રહ્યો છે. જેમાં ઘણાં બેકસૂર લોકો મોતને ઘાટ ઉતર્યા છે, જેમાં મહિલાઓ અને માસુમ બાળકો પણ સામેલ છે. સિરિયામાં અત્યાર સુંધીનો સૌથી ભયંકર હુમલો કરવામાં આવ્યો છે. ઇસ્ટર્ન ઘોટાઉંના વિદ્રોહીઓએ કબજો કરી લીધો છે તેવા વિસ્તારમાં સતત ૩ દિવસથી હવાઈ હુમલો, ગોળીબાર, બોમ્બમારો કારવામાં આવી […]

World

સીરિયાના ઇસ્ટર્ન ઘોટાઉંમાં વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તારમાં જોરદાર હુમલો કરવામાં આવી રહ્યો છે. જેમાં ઘણાં બેકસૂર લોકો મોતને ઘાટ ઉતર્યા છે, જેમાં મહિલાઓ અને માસુમ બાળકો પણ સામેલ છે.

સિરિયામાં અત્યાર સુંધીનો સૌથી ભયંકર હુમલો કરવામાં આવ્યો છે. ઇસ્ટર્ન ઘોટાઉંના વિદ્રોહીઓએ કબજો કરી લીધો છે તેવા વિસ્તારમાં સતત ૩ દિવસથી હવાઈ હુમલો, ગોળીબાર, બોમ્બમારો કારવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુંધી 250થી વધુ લોકોના મોત થઈ ગયા છે.

બ્રિટેન આધારિત સિરીયન ઓબ્ઝેવેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા મુજબ પૂર્વ ઘોટા વિસ્તારની અત્યાર સુંધીની સૌથી ખતરનાક ઘાતક દિવસ હતો. વિદ્રોહીઓના કબજો ધરાવતી ઘાટાઉં વિસ્તારમાં તરત જ બંધ કરી દેવો જોઈએ. તેમણું કહેવું છે કે આ પહેલા પણ આ વિસ્તારમાં ઘણા લોકોના મોત થઈ ચુક્યા છે.

આ ખતરનાક હુમલાના કારણે અહીની સ્થિતિ ખુબ જ બદતર થઈ ગઈ છે. સોમવારના રોજ અહી થયેલા હુમલામાં 140 લોકો જેટલાના મોત થઈ ચુક્યા હતાં. તેમાં 39 જેવા માસુમ બાળકો પણ સામેલ હતાં.

ઇસ્ટર્ન ઘાટાઉંમાં થયેલો હુમલોએ છેલ્લાં ચાર વર્ષમાં થયેલા હુમલામાં સૌથી મોટો હુમલો છે. રવિવારથી લઈને અત્યાર સુંધી આ વિસ્તારમાં 194 લોકોમાં 56 જેટલા બાળકોના મોત થઈ ચુક્યા છે.

બ્રિટેન આધારિત સિરીયન ઓબ્ઝેવેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા પ્રમાણે અત્યાર સુંધીમાં અહી 850થી વધુ લોકો ઘાયલ થઈ ચુક્યા છે. ઘાટાઉં વિસ્તારમાં ઘણા સમયથી વિદ્રોહીઓનો કબજો છે. જેના લીધે આ વિસ્તારમાં ઘણીવાર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.