Not Set/ Coronavirus/ ખાણીપીણીને લઇને WHO એ પ્રથમવાર જાહેર કરી એડવાઇજરી, શું કરવું અને શું ન કરવું

કોરોનાવાયરસનો પ્રકોપ વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ ચેપ ભારતમાં ભયાનક સ્વરૂપ ન લે તે માટે પ્રયાસો કરી રહી છે, જેથી લોકડાઉનને વધારીને 17 મે સુધી લંબાવવામાં આવ્યુ છે, જેનું અનુસરણ સમગ્ર ભારત દ્વારા કરવામાં આવી રહ્યું છે. વળી વિશ્વ આરોગ્ય સંગઠને સમયાંતરે કોરોનાથી બચવા માટે કરવામાં આવતી સાવચેતી અંગે અનેક […]

World

કોરોનાવાયરસનો પ્રકોપ વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ ચેપ ભારતમાં ભયાનક સ્વરૂપ ન લે તે માટે પ્રયાસો કરી રહી છે, જેથી લોકડાઉનને વધારીને 17 મે સુધી લંબાવવામાં આવ્યુ છે, જેનું અનુસરણ સમગ્ર ભારત દ્વારા કરવામાં આવી રહ્યું છે. વળી વિશ્વ આરોગ્ય સંગઠને સમયાંતરે કોરોનાથી બચવા માટે કરવામાં આવતી સાવચેતી અંગે અનેક સલાહ આપી છે. WHO એ પ્રથમ વખત, કોરોનાથી બચવા માટે તમારું ખોરાક કેવી રીતે હોવું જોઈએ તે અંગેની માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમા કહેવામાં આવ્યું છે કે ‘શું કરવું અને શું નહીં‘? જેથી તમારા શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે અને તમે સ્વસ્થ રહો. WHO એ અન્ન સલામતીને લગતી સલાહ આપી છે અને તેમાં ઘણી ટીપ્સ પણ આપી છે. આટલું જ નહીં, WHO એ તે પણ સમજાવ્યું છે કે આવા સમયે ખાવુ પીવુ શા માટે જરૂરી છે. ચાલો જાણીએ તે ટીપ્સ શું છે?

ખાદ્ય પદાર્થો બનાવતા અથવા કોઈ ખાદ્ય પદાર્થને સ્પર્શતા પહેલા તમારા હાથ સાબુથી ધોઈ લેવાની ખાતરી કરો. વોશરૂમમાં ગયા પછી, તમારા હાથને સાબુથી સારી રીતે ધોઈ લો. તમે રસોડામાં જ્યાં રાંધો છો તે જગ્યાને સારી રીતે ધોયા પછી, ફરીથી સેનિટાઇઝ કરો. WHO મુજબ, સૂક્ષ્મ જંતુઓ વાસણ સાફ કરવાવાળા કપડા અને અન્ય રીતે રસોડામાં પ્રયોગ કરવામાં આવેલ કપડામાં આવી જાય છે જે હાથો દ્વારા ખાવા સુધી પહોંચી શકે છે, તેથી આ અંગે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. WHO મુજબ, કાચુ માંસને પ્રથમ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકાળવામાં આવે. માંસ અથવા ચિકન સૂપ બનાવતી વખતે, તેનો ગુલાબી રંગ દેખાય ત્યાં સુધી તેને ઉકાળો. રસોઈ કર્યા પછી, માંસ ખૂબ જ સ્વચ્છ દેખાવું જોઈએ. ખાવાનું શરૂ કરતા પહેલાં ખોરાક ગરમ કરવાનું ભૂલશો નહીં. બધા જંતુઓ લાંબા સમય સુધી કુક કરવાથી મરી જાય છે, 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાંધેલા ખોરાકને ખાવુ સલામત છે. નોન-વેજ બનાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કાચુ માંસ, ચિકન વગેરેને અન્ય ખાદ્ય ચીજોથી દૂર રાખો. બંને વાસણો અલગ હોવા જોઈએ. અન્ય રસોઈ સામગ્રીમાં કાચા ખાવામાં વપરાતા કટિંગ બોર્ડ અને ચપ્પુનો ઉપયોગ કરશો નહીં. કાચા અને રાંધેલા ખોરાકને ઠાંકીને જ રાખો. WHO મુજબ, કાચા ખોરાકમાં સુક્ષ્મસજીવો હોઈ શકે છે, ખાસ કરીને ચિકન, મટન, વગેરેનાં રસમાં, જે ખોરાક રાંધતી વખતે અન્ય રાંધેલા ખોરાકમાં જાય છે. સાવચેતી રાખવી જરૂરી છે. રૂમનાં તાપમાને બે કલાકથી વધુ સમય સુધી રાંધેલા ખોરાકને છોડશો નહીં. યોગ્ય તાપમાને રેફ્રિજરેટરમાં ખોરાક રાખો. ખોરાક પીરસતા પહેલા, તેને રેફ્રિજરેટરમાંથી કાઠો અને તેને 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સારી રીતે ગરમ કરો. ખૂબ લાંબા સમય સુધી ફ્રિજમાં રાખેલ ખોરાક ન ખાવાનો પ્રયત્ન કરો કારણ કે નીચા તાપમાને રાખેલા ખોરાકમાં સૂક્ષ્મજીવાણુઓ ઝડપથી વધે છે. સુક્ષ્મસજીવો 5 ડિગ્રી અને 60 ડિગ્રીથી ઉપરનાં તાપમાને નથી રહી શકતા.

રસોઈ અને પીવા માટે એકદમ સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. પાણી ઉકાળવું અને પછી જ પીવું શ્રેષ્ઠ રહેશે. ફળો અને શાકભાજીને સારી રીતે ધોયા પછી જ વાપરો. WHO મુજબ, પાણી અને બરફમાં ઘણી વખત સૂક્ષ્મજીવાણુઓ પણ જોવા મળે છે જે તેને ઝેરી બનાવે છે. તેથી, તે યોગ્ય રહેશે કે તમે શાકભાજીની છાલ કાઠીને બનાવો અને તેને જીવાણુનાશિત કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.