સ્વીડનમાં એક કંપનીએ સફાઈ ખર્ચ ઘટાડવા માટે એક અનોખો ઉપાય અપનાવ્યો છે. જેમાં આ સ્વીડિશ કંપનીએ સિગારેટના બટ્સ અને અન્ય પ્રકારના કચરા ઉપાડવા માટે કાગડાઓને તૈનાત કર્યા છે.સોડેર્ટેલીએની શેરીઓમાંથી કચરો ઉપાડવા માટે પક્ષીઓને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી તાલીમ આપવામાં આવી છે. પક્ષીઓને શીખવવામાં આવે છે કે કચરો ઉપાડીને એક ખાસ પ્રકારના વેન્ડિંગ મશીનમાં નાખવો, જે બાદ એ મશીન તેમને ખોરાક આપશે.
આ પ્રક્રિયા ‘ધી કીપ સ્વીડન ટાઈડી’ ફાઉન્ડેશન દ્વારા ‘કોર્વિડ ક્લીનિંગ’ નામના એક પાયલોટ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટનો હેતુ શહેરમાં શેરી સફાઈના ખર્ચને ઘટાડવાનો છે. શહેર હાલમાં શેરી સફાઈ માટે 20 મિલિયન સ્વીડિશ ક્રોના (રૂ. 16.28 કરોડ) ખર્ચે છે.
આ પણ વાંચો:Political / અન્ના હજારે એકવાર ફરી બેસી શકે છે અનશન પર, જાણો શું છે કારણ
કંપનીના સ્થાપક ક્રિશ્ચિયન ગન્થર-હેન્સેનનો અંદાજ છે કે કાગડાઓનો ઉપયોગ ઓછામાં ઓછો 75 ટકા જેટલો ખર્ચ ઘટાડશે. તેમણે જણાવ્યું કે જંગલી પક્ષીઓ સ્વૈચ્છિક ધોરણે ભાગ લેતા હતા અને અન્ય પક્ષીઓ કરતાં તેમને શિખવવું વધુ સરળ હતું. તેમને શીખવવામાં સરળતા રહે છે અને તેઓ એકબીજા પાસેથી શીખવાની ઈચ્છા પણ ધરાવે છે. ઉપરાંત તેમનામાં ભૂલથી કચરો ખાવાનું જોખમ પણ ઓછું છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાઉન્ડેશને અત્યાર સુધી હૂડેડ કાગડાઓનો ઉપયોગ જ કર્યો હતો પરંતુ હવે મેગ્પીઝ અને જેકડો પણ પ્રોજેક્ટનો એક ભાગ હોવાની અપેક્ષા છે.
આ પણ વાંચો :અંતિમ દર્શન / સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન થતાં બે દિવસનો રાષ્ટ્રીય શોક,અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ શિવાજી પાર્કમાં રાખવામાં આવશે
