Not Set/ સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન થતાં બે દિવસનો રાષ્ટ્રીય શોક,અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ શિવાજી પાર્કમાં રાખવામાં આવશે

આજે લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયા અને દુનિયાને અલવિદા કરી ગયા છે. આજે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Top Stories Entertainment

ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થયુ છે. ભારતે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે. આજે લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયા અને દુનિયાને અલવિદા કરી ગયા છે. આજે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થતાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. લતા મંગેશકરના પાર્થિવ દેહને બપોરે 12 થી 3 વાગ્યા સુધી પેડર રોડ શિવાજી પાર્ક પરના તેમના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી 10 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ 29 દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા.તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. લાંબા સમયથી લતાજીની સારવાર કરી રહેલા ડો.પ્રતાત સમધાનીની દેખરેખ હેઠળ તબીબોની ટીમ લતાજીની સારવાર કરી રહ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. તેને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. લગભગ 5 દિવસ પહેલા તેમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો હતો. ઓક્સિજન દૂર કરાયો હતો પણ ICUમાં જ રખાયા હતા. જો કે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

લતાજીએ લગભગ બે વર્ષ સુધી ઘરેથી બહાર નીકળ્યા ન હતા. તેઓ ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સંદેશા આપતા હતા. વધતી જતી ઉંમર અને તબિયતને કારણે તેઓ પોતાના રૂમમાં જ વધુ સમય પસાર કરતા હતા. તેમના ઘરના સ્ટાફના એક મેમ્બરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.