Vibrant Gujarat Global Summit 2024/ મુખ્યમંત્રી ભૂપેન્દ્રની શુભેચ્છા મુલાકાતે પહોચ્યા ડી.પી.વર્લ્ડ ગ્રુપનાં ચેરમેન અને સી.ઇ.ઓ. 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ડી.પી. વર્લ્ડનાં વિઝનને આવકારીને પોર્ટ્સ તથા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉપરાંત, ગ્રીન ફિલ્ડ પોર્ટ માટે પણ તેમની તજજ્ઞતા નો લાભ ગુજરાતને મળે તે દિશામાં આગળ વધવા નો વિચાર વ્યક્ત કર્યો હતો.

Top Stories Gandhinagar Gujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા આવેલાં ડી.પી.વર્લ્ડ ગ્રુપનાં ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મહાત્મા મંદિર ખાતે મુલાકાત કરીને ગુજરાત સરકારનાં પ્રોએક્ટીવ અભિગમની પ્રસંશા કરી હતી.

તેમણે દુબઈની પેટર્ન પર ગુજરાતમાં પોર્ટસ, લોજિસ્ટીક્સ અને સપ્લાય ચેન વિકસાવવા માટે રાજ્ય સરકાર સાથે સહભાગીતા માટે તેઓ ઉત્સુક છે તેમ જણાવ્યું હતું. નવી હાઈટેક ઇન્ડસ્ટ્રીઝને ગુજરાત તરફ લાવવાની પણ તૈયારી તેમણે દર્શાવી હતી.

શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાને ભારતને એક્સપોર્ટ હબ બનાવવાના વિઝન સાથે વડાપ્રધાન એ શરૂ કરાવેલા મેક ઇન ઇન્ડીયાનાં ઇનિશીયેટીવની પ્રસંશા કરી હતી.

વડાપ્રધાન ની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટથી ગુજરાતમાં મોટા પાયે રોકાણો આવ્યા છે અને વિકાસ ઉન્નત બન્યો છે, એટલું જ નહીં ફોર્ચ્યુન 500 પૈકીની 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે તે આ સમિટની સફળતા દર્શાવે છે એમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ડી.પી. વર્લ્ડનાં વિઝનને આવકારીને પોર્ટ્સ તથા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉપરાંત, ગ્રીન ફિલ્ડ પોર્ટ માટે પણ તેમની તજજ્ઞતા નો લાભ ગુજરાતને મળે તે દિશામાં આગળ વધવા નો વિચાર વ્યક્ત કર્યો હતો.

પોર્ટલેડ ડેવલપમેન્ટથી ગુજરાતને દરિયાઈ માર્ગથી વેપાર, સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવવામાં વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીનાં માર્ગદર્શનમાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં મુખ્યમંત્રી નાં મુખ્યઅગ્ર સચિવ  કે. કૈલાશનાથ, મુખ્યસચિવ  રાજકુમાર, અધિક મુખ્યસચિવ પંકજ જોશી, મુખ્યમંત્રી નાં સલાહકાર  એસ.એસ.રાઠૌર તેમજ વરિષ્ઠ સચિવ ઓ જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ