Israel US Iran War/ ઈરાન-અમેરિકા યુદ્ધે અપાવી કોરોનાકાળની યાદ! ઈંધણ સંકટને કારણે અનેક દેશોમાં લાગુ થયું ‘વર્ક ફ્રોમ હોમ’

US Iran War Impact: ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વમાં ઈંધણનો પુરવઠો ખોરવાયો છે. ફિલિપાઈન્સ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં કટોકટી જાહેર કરી વર્ક ફ્રોમ હોમ શરૂ કરાયું છે.

Top Stories World
US Iran War Impact

US Iran War Impact: પશ્ચિમ એશિયામાં છેલ્લા ૨૫ દિવસથી ચાલી રહેલું ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે વિશ્વ માટે આફત બની ગયું છે. આ જંગને કારણે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના જળમાર્ગો પ્રભાવિત થતા દુનિયાભરમાં તેલ અને ઊર્જાનો પુરવઠો ખોરવાયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ફિલિપાઈન્સથી લઈને શ્રીલંકા સુધીના દેશોએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી પડી છે.

War Impact: એસી અને કોમ્પ્યુટર પર કાપ

ઈંધણના પુરવઠામાં ધરખમ ઘટાડો થતા ફિલિપાઈન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે દેશમાં ‘નેશનલ એનર્જી ઇમરજન્સી’ જાહેર કરી છે. નોંધનીય છે કે દેશે વર્ષ 2020 પછી પહેલીવાર આવી સ્થિતિ જોઈ છે, કારણ કે હાલમાં દેશ પાસે માત્ર 45 દિવસનો જ ઓઇલ ભંડાર બચ્યો છે. આ કટોકટીને પહોંચી વળવા સરકારી કચેરીઓમાં હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ થશે. આ ઉપરાંત, વીજળી બચાવવા માટે એસીનું તાપમાન 24°C થી નીચે ન રાખવા અને લંચ બ્રેકમાં કોમ્પ્યુટર બંધ રાખવાના કડક આદેશ પણ અપાયા છે.

US Iran War Impact

શ્રીલંકા અને પાકિસ્તાનમાં હાહાકાર

ભારતના પાડોશી દેશોમાં પણ યુદ્ધની માઠી અસર જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં તેલના ભાવ આસમાને પહોંચતા સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મુકાયો છે અને ફરી ‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ કરાયું છે. શ્રીલંકામાં પણ ઈંધણ બચાવવા રસ્તાની લાઈટો અને હોર્ડિંગ્સ બંધ કરી દેવાયા છે અને ત્યાં પણ અઠવાડિયામાં માત્ર 4 દિવસનું વર્કિંગ વીક જાહેર કરાયું છે. આ ઉપરાંત, બાંગ્લાદેશમાં ઈંધણનું રેશનિંગ શરૂ કરીને તમામ યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે.

હોર્મુઝની ખાડીમાં અવરોધ, તેલ પુરવઠો ઠપ્પ

આ સંકટનું મુખ્ય કારણ ઈરાનની ચેતવણી છે. ઈરાને અમેરિકા સાથે જોડાયેલા જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વના કુલ તેલ વપરાશનો ૨૦% ભાગ આ જ રસ્તેથી પસાર થાય છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે, તો એશિયાઈ દેશોની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડવાની ભીતિ સેવાઈ રહી છે. વિયેતનામ જેવી સરકારોએ પણ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે.


આ પણ વાંચો:LPG માટે સારા સમાચાર! બે ભારતીય ધ્વજવાળા ગેસ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ કરશે પાર!

આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટમાંથી સલામત બહાર આવ્યા ભારતીય LPG ટેન્કર ‘પાઈન ગેસ’ અને ‘જગ વસંત’, ભારતમાં ટૂંક સમયમાં પહોંચશે

આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે યુરોપ-જાપાન સક્રિય, ઉર્જા પુરવઠા પર વૈશ્વિક ચિંતા