USA News/ 16 વર્ષથી પોલીસ કસ્ટડીમાં છે આ પથ્થર, કિંમત છે 100 કરોડ, જાણો શું છે વિવાદ?

અમેરિકન પોલીસના વેરહાઉસમાં છેલ્લા 16 વર્ષથી એક પથ્થર જપ્ત કરવામાં આવ્યો છે

Top Stories World

Usa News : અમેરિકન પોલીસના વેરહાઉસમાં છેલ્લા 16 વર્ષથી એક પથ્થર જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ પથ્થર 5 ફૂટ લાંબો છે અને તેની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા છે. લગભગ 381 કિલોના આ પથ્થર પાછળ એક લાંબી કહાની છે. બ્રાઝિલમાં મળેલા આ પથ્થરને ‘શ્રાપિત’ માનવામાં આવે છે.વાસ્તવમાં કહેવાય છે કે આ પથ્થર જ્યાં પણ ગયો છે ત્યાં કુદરતી આફત આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કિંમતી પથ્થર 2001માં બ્રાઝિલના કાર્નેબા વિસ્તારમાં ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો. શોધકર્તાઓએ તેનું નામ બાહિયા એમેરાલ્ડ રાખ્યું. બ્રાઝિલના વેપારીઓ તેને સાઓ પાઉલો લાવ્યા, કહેવાય છે કે જ્યારે તેને પાઉલો લઈ જવામાં આવી રહી હતી ત્યારે ત્યાં ભયંકર પૂર આવ્યું હતું.

ત્યારબાદ 2005માં તે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ પહોંચી. જ્યારે તે અમેરિકા પહોંચ્યો ત્યારે અહીં તોફાન આવ્યું. ન્યૂ ઓર્લિયન્સ પછી તે લાસ વેગાસ પહોંચી. અહીં તે ચોરી અને માલિકી હક્કને લઈને ઘણી કાનૂની લડાઈમાં સામેલ છે. હાલમાં તે એક ચોરીના કેસમાં અમેરિકા પોલીસના વેરહાઉસમાં છે અને તેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા 16 વર્ષથી અમેરિકન પોલીસના કબજામાં છે.

એક રિપોર્ટ અનુસાર, જ્યારે પણ આ પથ્થરને કોઈ નવી જગ્યાએ લઈ જવામાં આવે છે, ત્યારે તે જગ્યાએ અચાનક તોફાન, પૂર અથવા અન્ય કોઈ કુદરતી આફત આવે છે, જેના કારણે તેને ‘શ્રાપિત’ માનવામાં આવે છે. તેના માલિકી હક્કને લઈને બ્રાઝિલ અને અમેરિકાના કેટલાક ઉદ્યોગપતિઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોણ છે ઓવિયા હેલન? પ્રાઈવેટ વીડિયો લીક થયા બાદ થઈ ટ્રોલ

આ પણ વાંચો:અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો પ્રાઈવેટ વીડિયો થયો વાયરલ  

આ પણ વાંચો:ટીવી એક્ટ્રેસનો પ્રાઈવેટ વીડિયો થયો લીક, ચાહકોએ કરી કાયદાકીય કાર્યવાહીની માંગ