Ahmedabad News : વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનામાં ફરિયાદીના પુત્રને માર નહી મારવા બદલ 80 હજાર રૂપિયાની લાંચ લેનારા વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈવી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીના પુત્ર સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો.
જેમાં ફરિયાદીના પુત્રને માર નહી મારવા, ગાળો નહી બોલવા તથા રિમાન્ડ દરમિયાન પરેશાન નહી કરવા માટે વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રગ્નેશકુમાર એન.વ્યાસે રૂ.1,00,000 ની માંગણી કરી હતી. ફરિયાદીએ તેની પાસે હાલ રૂ.80,000 ની વ્યવસ્થા છે એમ કહેતાપીએસઆઈએ આ રકમ આપી દેવા કહ્યું હતું. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિ.યાદ નોંધાવી હતી.
જેને આધારે પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનની સામે ભાગ્યોદય હોટેલ નજીક જાળ બિછાવીને રૂ.80,000 ની લાંચ લેતા પીએસઆઈ પ્રગ્નેશકુમાર વ્યાસની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ
આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
