Iran America war/ ઈરાન – અમેરિકા યુધ્ધે તારાજી વેરી, યુધ્ધની ભયાવહ તસવીરોએ દુનિયાને કંપાવી

Iran – America war ને કારણે થયેલી તારાજીથી સમગ્ર દુનિયા ચિંતામાં પડી, ઈરાનમા અમેરિકા વિરોધી દેખાવો, યુધ્ધ લંબાવાના એંધાણ,

World Trending
Iran – America war

Tehran : ઈરાન – અમેરિકા યુધ્ધ  (Iran – America war) સતત લંબાઈ રહ્યું છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે કરેલા ભીષણ હુમલાનાં ભયાવહ દ્રશ્યો અને તસવીરો મોડે મોડે સામે આવી રહી છે. યુધ્ધના 11મા દિવસે હવાઈ હુમલાએ વેરેલા વિનાશની તસવીરો ખૂબ જ ડરામણી છે. યુધ્ધના પ્રથમ દિવસે જ અમેરિકી ફાઈટર જેટે કરેલા બોંબમારામાં ઈરાનના સર્વોચ્ચ નેતા (supreme leader of Iran) આયોતોલ્લાહ ખામેની અને પરિવારના સભ્યોનાં મોત થયા હતા.

તહેરાનમાં હજારો લોકો રોડ પર ઉતરી આવ્યા

ઈરાન – અમેરિકા યુધ્ધમાં થયેલી તબાહી અને નિર્દોષ લોકોના મોતના વિરોધમાં રાજધાની તહેરાનમાં મહિલાઓ સહિત હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તહેરાનમાં લોકોએ અમેરિકા અને ઈઝરાયેલ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના પૂતળાં અને પોસ્ટર પણ બાળવામાં આવ્યાં હતાં. ઈરાનનાં અનેક શહેરોમાં લોકોએ તેમના સર્વોચ્ચ નેતાને અશ્રુભીની આંખોએ અંજલિ આપી હતી. લોકોએ અમેરિકા (America) અને ઈઝરાયેલ (Israel) ના રાજકીય નેતાઓને યુધ્ધખોર ગણાવ્યા હતા અને બન્ને દેશો સામે બદલો લેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

મધ્ય-પૂર્વમાં  યુઘ્ઘ (Iran – America war)ની માઠી અસરો દેખાઈ

આ યુધ્ધની માઠી અસરો સમગ્ર મધ્ય-પૂર્વના દેશોમાં જોવા મળી છે. આ યુધ્ધમાં અનેક આરબ દેશોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનના સેંકડો લોકો માર્યા ગયા હતા. ત્રણેય દેશોના નેતાઓનાં નિવેદનો યુધ્ધ હજુ વધુ લંબાવવાના અણસાર આપે છે. ઈરાને ઈઝરાયેલ પર કરેલા વળતા મિસાઈલ મારામાં તેલ અવિવમાં કેટલાક નિર્દોષ લોકો માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.

બે વર્ષની બાળકીના મોતે હજારો લોકોને રડાવ્યા

અમેરિકા-ઈઝરાયેલે ઝીંકેલા તોતિંગ બોંબમાંથી એક ઈરાનના મિનાબ શહેરની એક પ્રાથમિક સ્કૂલ પર પડ્યો હતો અને બે વર્ષની બાળકી (two year old girl) ઝૈનબ સાહેબીનું મોત થયું હતું. આ બાળકીના જનાજામાં હજારો લોકો જોડાયા હતા. ઝૈનબ સાહેબીને કાંધ આપતી વખતે મહિલાઓ ધ્રુસકેને ધ્રુસકે રડી હતી. તેની કબરને ફૂલોથી શણગારવામાં આવી હતી અને તેને અંજલિ આપતી વખતે અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.


આ પણ વાંચો : ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે, જો તેઓ કંઈ કરશે…” ટ્રમ્પે મધ્ય પૂર્વના ઉથલપાથલ વચ્ચે તેહરાનને નવી ધમકી આપી

આ પણ વાંચો : ઇરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યુદ્ધનો દસમો દિવસ, દોહામાં વિસ્ફોટો અને વિવાદિત હુમલાઓ

આ પણ વાંચો : અખાતમાંથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરીને ઝંપીશુઃ ઇરાન