Israel Iran War/ માનવ શરીરને રાખ કરી દેતું કેમિકલ! ઇઝરાયેલ પર લેબનાન યુદ્ધમાં વ્હાઇટ ફોસ્ફરસ વાપરવાનો આરોપ

ઇઝરાયેલ અને લેબનાન યુદ્ધમાં White Phosphorusનો ઉપયોગ કરવાના આરોપ લાગ્યા છે. આ કેમિકલ મનુષ્યના માંસ અને હાડકાંને ઓગાળી નાખે છે. જાણો સમગ્ર અહેવાલ.

Top Stories World
White Phosphorus in Israel Lebanon War

White Phosphorus in Israel Lebanon War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ઘાતક સ્તરે પહોંચી ગયું છે. લેબનાન પર સતત હુમલા કરી રહેલા ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ ‘વ્હાઇટ ફોસ્ફરસ’ બોમ્બનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ એવું કેમિકલ છે જે માનવ શરીરના સંપર્કમાં આવતા જ તેને હાડકાં સુધી બાળી નાખવાની ક્ષમતા ધરાવે છે. લેબનાનમાં અત્યાર સુધીમાં ઇઝરાયેલી હુમલામાં 400 લોકોના મોત થયા છે, જેમાં અનેક બાળકો અને મહિલાઓ સામેલ છે.

શું છે આ White Phosphorus?

વ્હાઇટ ફોસ્ફરસ એ મીણ જેવો પીળો કે સફેદ રંગનો રાસાયણિક પદાર્થ છે, જેમાંથી લસણ જેવી વિશિષ્ટ ગંધ આવે છે. આ કેમિકલની સૌથી ભયાનક બાબત એ છે કે તે હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવતા જ આપમેળે સળગવા લાગે છે. જ્યારે તે સળગે છે ત્યારે આશરે 815 ડિગ્રી સેલ્સિયસ જેટલું અસહ્ય તાપમાન પેદા કરે છે; સામાન્ય રીતે મનુષ્ય 50-60 ડિગ્રી તાપમાન પણ સહન કરી શકતો નથી, ત્યારે આ કેમિકલ સીધું માંસ અને હાડકાંને ઓગાળી નાખવાની ક્ષમતા ધરાવે છે. તે ત્વચામાં ઊંડે સુધી ઉતરી જઈને એવા ગંભીર જખમ બનાવે છે જે ક્યારેય રુઝાતા નથી. ઉપરાંત, તેમાંથી નીકળતો ઝેરી ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાંને કાયમી નુકસાન થાય છે અને ગૂંગળામણના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

White Phosphorus in Israel Lebanon War

હ્યુમન રાઈટ્સ વોચના આક્ષેપો

હ્યુમન રાઈટ્સ વોચ (HRW) એ દક્ષિણ લેબનાનના યોહમોર ગામના ફોટા અને વીડિયો વેરિફાઈ કરીને દાવો કર્યો છે કે ઇઝરાયેલની સેનાએ રહેણાંક વિસ્તારોમાં વ્હાઇટ ફોસ્ફરસના ગોળા ફેંક્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, રહેણાંક વિસ્તારોમાં આ કેમિકલનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે, કારણ કે તે અંધાધૂંધ નુકસાન પહોંચાડે છે અને નાગરિકોના જીવ લે છે.

ઇઝરાયેલનો બચાવ

ઇઝરાયેલની સેનાએ આ બાબતે સીધો જવાબ આપ્યો નથી, પરંતુ અગાઉ તેઓ દાવો કરતા રહ્યા છે કે તેઓ વ્હાઇટ ફોસ્ફરસનો ઉપયોગ ‘સ્મોક સ્ક્રીન’ (દુશ્મનને જોતા રોકવા માટે ધુમાડાની દીવાલ) બનાવવા માટે કરે છે, નાગરિકોને નિશાન બનાવવા માટે નહીં. જોકે, માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારોમાં તેનો ઉપયોગ માનવતા વિરુદ્ધનો ગુનો છે.

લેબનાનમાં માનવીય કટોકટી

લેબનાનના આરોગ્ય મંત્રાલયે 2 માર્ચથી 8 માર્ચ 2026 સુધીના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ઇઝરાયેલી એરસ્ટ્રાઈકમાં કુલ 400 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે. હૃદયદ્રાવક બાબત એ છે કે આ મૃતકોમાં 83 બાળકો અને 42 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘાતક હુમલાઓમાં 1130 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ખાસ કરીને દક્ષિણ લેબનાન અને બેરૂતના ઉપનગરોમાં થયેલા સતત બોમ્બમારાને કારણે ત્યાં ભયાનક માનવીય કટોકટી સર્જાઈ છે.


આ પણ વાંચો: ટ્રમ્પ ઈરાન પર જમીની હુમલાની તૈયારી કરી રહ્યા છે, રશિયા પણ મેદાનમાં જોડાયું, તેહરાનમાં હુમલાઓ વધુ તીવ્ર બન્યા

આ પણ વાંચો: ઇરાનના ડ્રોન  હુમલાએ અમેરિકન લશ્કરને વ્યૂહરચના બદલવાની ફરજ પાડી

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી, ‘ઈરાની નૌકાદળનો નાશ કરીશું’, હોર્મુઝ સ્ટ્રેટ પર વધ્યો તણાવ