funeral/ શું અહેમદ પટેલની ઈચ્છા પ્રમાણે થશે તેમના પૈતૃક ગામે અંતિમવિધિ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે.  તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અહેમદ પટેલે અંતિમ શ્વાસ લીધા હતા. 

Top Stories Gujarat Vadodara
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન
  • ભરૂચના પીરામણ ખાતે અંતિમવિધિની શક્યતા
  • અહેમદ પટેલનો પાર્થિવ દેહ લવાઇ શકે ગુજરાત
  • સાંજ સુધીમાં દિલ્હીથી લવાઇ શકે પાર્થિવ દેહ
  • માદરેવતન પીરામણ ખાતે કરાઇ શકે અંતિમવિધિ
  • પીરામણ ગામમાં કબ્રસ્તાનમાં કરાઇ શકે દફનવિધિ
  • કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ માટેની કામગીરી શરૂ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે.  તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન અહેમદ પટેલે અંતિમ શ્વાસ લીધા હતા. 

આપને જણાવી દઈએ કે, અહેમદ પટેલની અંતિમ ઈચ્છા અનુસાર તેઓની દફન વિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. પીરામણ ગામમાં કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. અહેમદ પટેલના નજીકના ગણાતા નાઝુભાઇએ જણાવ્યું હતું કે અહેમદ પટેલના પરિવાર અને પીરામણ ગામના સ્થાનિક લોકોની લાગણી છે કે દફનવિધિ પીરામણ ગામમાં થાય. જોકે હજી સુધી નિર્ણય લેવાયો નથી કે તેમની દફનવિધિ ક્યાં થશે.

આ પણ વાંચો : અહેમદ પટેલનાં નિધનનાં સમાચાર સાથે રાજકીય પરિપેક્ષમાં સોંપો, PM – રાહુલ – પ્રિયંકા સહિતનાંએ આ રીતે પ્રગટ કર્યો શોક

ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલને લગભગ એક મહિના પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું. આ દરમિયાન તેમના અનેક અંગોએ કામ કરવાનું  બંધ કરી દીધુ. ત્યારબાદ તેમને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેઓએ આજે 3:30 વાગે તેમનું નિધન થયું હતું.