અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી ગણવામાં આવે છે.પરંતુ ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે આ સ્માર્ટ સિટીની વાતો જાણે દાવા પોકળ સાબિત થાય છે. માત્ર થોડી મિનિટ પડેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.

થોડા વરસાદમાં જ ભરાઈ ગયા પાણી
સોમવારે અમદાવાદના મોટાભાગના શહેરોમાં વરસાદ વરસ્યો છે. આમ તો વરસાદને કારણે ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. પરંતુ વાહનચાલકો અને ઘર બહાર નીકળેલા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

વાત કરીએ અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઈટમાં આનંદનગર રોડ પર ભારે વરસાદને લઈને પાણી ભરાઈ ગયા. મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીણો સામનો કરવો પડ્યો હતો. તો આનંદનગરથી થોડે દૂર જીવરાજપાર્ક વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જીવરાજ પાર્ક ચાર રસ્તા આસપાસ દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. આ વર્ષે પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોની સાથે સાથે રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

જીવરાજપાર્કથી થોડે દૂર વેજલપુરમાં સ્થિતિ વધુ ખરાબ હતી. અહીં બળિયા દેવના મંદિર પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા વરસો જૂની છે. આ વર્ષે પણ અહીં દર વર્ષની જેમ પાણી ભરાઈ ગયા છે. કેટલાક વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને પણ સાચવી સાચવીને વાહન ચલાવવા પડ્યા.

ગુરુકુળ વિસ્તારની વાત કરીએ તો ગુરુકૂળ વિસ્તારમાં પણ મુખ્ય રોડ પર પાણી ભરાઈ ગયા. AMTS બસસ્ટેન્ડ આસપાસ પાણી ફરી વળતાં બસની રાહ જોતા લોકોએ પગ ઉંચા લઈ લેવાનો વારો આવ્યો અને બસ મોડી થતાં બેસી રહેવું પડ્યું. તો રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકી પડી.
થલતેજમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. વાહચાલકોને ભારે હાલાકી પડીહતી. તો સાથે સાથે પગે ચાલીને જતા લોકો વધુ મુશ્કેલીમાં મૂકાયા હતા.
અમદાવાદમાં દર વર્ષે ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે નવા રોડ બનાવવામાં આવે છે. અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ થતાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકોને છૂટકારો નથી મળતો. અને લોકોના પૈસા પર વરસાદી પાણી ફરી વળે છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે સવાલ છે.
મેઘકહેર / ગોંડલમાં રીક્ષા તો જામજોધપુરમાં બળદગાળા સાથે ખેડૂત તણાયો
હુમલો / ભાજપના ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે ભવાનીપુરની પેટા ચૂંટણી રદ કરવા માંગ, મારા પર હુમલો અને કાર્યકર્તા સાથે મારપીટ
ગુજરાત / ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે – કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
