Gandhinagar News : રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલય પરિસરમાં આવેલા સ્વર્ણિમ સંકુલ-1 (Swarnim Sankul 1)માં સોમવારે આગ (Fire)લાગવાની ઘટના સામે આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેઝમેન્ટ વિસ્તારમાં સ્થિત સેન્ટ્રલ એર કન્ડિશનિંગ (AC) સિસ્ટમના કોમ્પ્રેશરમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
બેઝમેન્ટમાં અચાનક આગ લાગતા દોડધામ
પ્રાથમિક માહિતી મુજબ, સ્વર્ણિમ સંકુલ-1ના બેઝમેન્ટમાં સ્થાપિત સેન્ટ્રલ ACના કોમ્પ્રેશરમાં ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ (Fire)ભભૂકી હતી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
ફાયર સેફ્ટી ટીમે સમયસર સંભાળી સ્થિતિ
આગની જાણ થતાં જ બિલ્ડિંગમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી. સાથે જ ફાયર બ્રિગેડ અને સંબંધિત ટીમોએ ઝડપથી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. સમયસર લેવાયેલા પગલાંને કારણે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
કોઈ જાનહાનિ નહીં, મોટી દુર્ઘટના ટળી
આ ઘટનામાં કોઈ કર્મચારી, અધિકારી અથવા અન્ય વ્યક્તિને ઈજા પહોંચી નથી. આગ (Fire)ઝડપથી કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મોરબીમાં પેપરમિલમાં આગ ભભૂકી ઉઠી, કરોડોનો માલ નાશ પામ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં ગરીબોના આશિયાના પર તૂટી પડી આફત, 200 ઝૂંપડાઓ વચ્ચે લાગી વિકરાળ આગ
આ પણ વાંચો: આણંદમાં પહેલા નોરતે લાગી આગ, TRP Game Zone Fire જેવો માહોલ
