Gandhinagar News/ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ નવી નિમણૂંક પામેલા 810 વન રક્ષકો અને 40 જેટલા મદદનીશ વન સંરક્ષકને નિમણૂક પત્રો આપ્યા

ગાંધીનગરમાં સુશાસન દિવસે વન વિભાગમાં નવી ભરતી કરાયેલ યુવાનોને મુખ્યમંત્રીના હસ્તે 800થી વધુ નિમણૂક પત્રો આપવામાં આવ્યા, નવી ભરતી કરાયેલ યુવાનો વન અને વન્ય જીવના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસે ગુજરાતના વન વિભાગમાં 800થી વધુ નવા કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા. મુખ્યમંત્રી અને વિવિધ મહાઅનુભવોના હસ્તે 3 પુસ્કોનું વિમોચન કરવામાં આવ્યં હતું. આ નિમણૂક દ્વારા રાજ્ય સરકારે યુવાઓના કૌશલ્યને રાજ્યની સેવામાં જોડવાનો પ્રયાસ કર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયીજીએ સેવા અને સુશાસનને પ્રાથમિકતા આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ તેમના આ વિચારોને આગળ વધારીને સુશાસન દિવસની ઉજવણી શરૂ કરી હતી. આ નિમણૂકો દ્વારા રાજ્ય સરકાર સુશાસનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પર્યાવરણ રક્ષા અને વનોના જતન સંવર્ધન સાથે રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થવા પ્રેરક આહવાન  કર્યું હતું.

વન મંત્રી મૂળુભાઈ બેરા(Mulubhai Bera)એ જણાવ્યું કે, આ નવી ભરતીથી વન વિભાગને મજબૂત બનશે અને વન્ય જીવોનું રક્ષણ વધુ સારી રીતે થઈ શકશે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢી આગામી સમયમાં વન અને વન્ય જીવના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે. માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે મોરબી(Morbi), જાંબુઘોડા(Jambhughoda), કચ્છ(Kutch), જામનગર(Jamngar) અને દ્વારકા(Dwarka)માં રેસ્ક્યુ-ટ્રીટમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. તેમણે નવા કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે(Mukeshbhai Patel) જણાવ્યું હતું કે, સુશાસનનો અર્થ પારદર્શક કામગીરી સાથે અસરકારક શાસન થાય છે. આજે જ્યારે વન રક્ષકોને નિમણૂક પત્ર એનાયત થયા છે ત્યારે વન રક્ષણ સહિત વનમાં થતા ગેરકાયદેસર શિકારને અટકાવવા તેમજ સ્થાનિક પરિવારો સાથે પારિવારિક ભાવના સાથે કાર્યો કરવા તે દરેક વનરક્ષકની જવાબદારી બને છે.

‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે “સેવા, સંકલ્પ અને સુશાસનના 2 વર્ષ”, “Best Practices of Forest” અને ભારતીય વરુની ગુજરાતમાં હાજરી અંગે ‘Atlas of Indian Wolf Habitats in Gujarat” એમ 3 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. વન અને વન્ય જીવ સંરક્ષણમાં વન રક્ષકની ભૂમિકા દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુશાસન દિવસથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી પહેલોનો પ્રારંભ

આ પણ વાંચોઃ સુશાસન સપ્તાહના પાંચમા દિવસે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા યોજાયો સહાય વિતરણ કાર્યક્રમ

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ