Covid-19/ કોરોનાની મંદી ચાલ ગુજરાતમાં રાહત, આજે ફક્ત 4 મોત સાથે આટલા જ કેસ

બ્રિટનમાં કડકમાં કડક લોકડાઉન બાદ અનેક યુરોપીયન દેશોમાં કોરોના અને ખાસ કરીને કોરનાના નવા પ્રકારે(સ્ટ્રેને)નાં કારણે લોકડાઉન લાગુ કરવું પડ્યું, જર્મનીએ બે સપ્તાહનું કડક લોકડાઉન જાહેર કર્યું

Top Stories Gujarat Others

બ્રિટનમાં કડકમાં કડક લોકડાઉન બાદ અનેક યુરોપીયન દેશોમાં કોરોના અને ખાસ કરીને કોરનાના નવા પ્રકારે(સ્ટ્રેને)નાં કારણે લોકડાઉન લાગુ કરવું પડ્યું, જર્મનીએ બે સપ્તાહનું કડક લોકડાઉન જાહેર કર્યું અને અમેરિકા તો કોરોનાનાં કારણે બે હાલ છે જ છે. કોરોનાએ બ્રિટનની હાલત ખસ્તા કરી નાખી છે. બ્રિટનમાં અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન આગામી લાંબા સમય માટે જાહેર કરી દેવામાં આવ્યું છે અને અમેરિકા સહિતનાં વિશ્વનાં અનેક દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યાનાં માઠા સમાચાર વચ્ચે ગુજરાતમાં કોરોના મામલે સ્થિતિ કાબૂમાં જોવામાં અને નોંધવામા આવી છે.

Corona and conflict – A match made in hell | ORF

આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 655 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

Gujarat govt is managing data, not coronavirus, say medical experts: Percentage of deaths in state among highest, even as number of tests remain low - India News , Firstpost

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  897 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 236323 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 8594 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 8594 એકટિવ  કેસમાંથી 60 વેન્ટીલેટર પર છે, જ્યારે 8534  દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

Confusion over a coronavirus suspect's death at Gujarat hospital hours after he was cremated, India News News | wionews.com

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 655 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 249246 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 04  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4329 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

coronavirus ahmedabad update: Coronavirus patient dies in Ahmedabad; Gujarat toll reaches 17 - The Economic Times

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ 48966 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍  9955664 ટેસ્ટ કરવામા આવ્યા છે.

Covid-19 state tally: Tamil Nadu replaces Gujarat as second worst-hit state, Maharashtra on top - india news - Hindustan Times

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 497707 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 497587 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 120 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.82 છે, જ્યારે રાજ્યની વસ્તિની સરખામણીએ પ્રતિ દિવસ 753.32 ટેસ્ટ રેટ નોંધવામાં આવે છે.

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…