Not Set/ ગુજરાતની આ છોકરીને મળ્યો સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ

લાંબા વાળ રાખવાનું સપનું દરેક છોકરીનું હોય છે. પરંતુ આ શોખની માટે ઘણો સમય પણ નીકાળવો પડે છે. લાંબા વાળની માવજત કરવી એ પણ સૌ કોઈનું કામ નથી. ગુજરાતની એક ટીનેજરે પોતાના લાંબા વાળથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નીલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. નીલાંશી પટેલ મોડાસાના […]

Top Stories Gujarat Trending

લાંબા વાળ રાખવાનું સપનું દરેક છોકરીનું હોય છે. પરંતુ આ શોખની માટે ઘણો સમય પણ નીકાળવો પડે છે. લાંબા વાળની માવજત કરવી એ પણ સૌ કોઈનું કામ નથી.

ગુજરાતની એક ટીનેજરે પોતાના લાંબા વાળથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નીલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યો છે.

નીલાંશી પટેલ મોડાસાના સાયરા ગામની રહેવાસી છે. હાલ તે દસમાં ધોરણમાં ભણે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે નીલાંશી છેલ્લે ૬ વર્ષની હતી ત્યારે વાળ કપાવ્યા હતા. દસ વર્ષમાં તેના વાળ ૧.૭૫ મીટર જેટલા લાંબા થઈ ચૂક્યા છે. તે અઠવાડિયે એક વાર વાળ ધુએ છે.

નીલાંશીએ પોતાના આ લાંબા વાળની માવજત અંગે જણાવ્યું હતું કે તેને અડધો કલાક વાળને સુકવતા થાય છે. રોજે ગુંચ કાઢીને વાળ ઓળતા એક કલાક થાય છે.

નીલાંશી ભણવા સિવાય સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે.  ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે.

ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં તેને લિમ્કા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. અને હાલમાં ગીનીઝ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો એવોર્ડ મળ્યો છે.