ભૂજની ભાગોળે સેડાતા રોડ પરથી બે યુવકના મૃતદેહ મળતાં ચકચાર
ભુજ અને માનકૂવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે
અંદાજે ૨૫-૩૦ વર્ષના બેઉ યુવકે આપઘાત કર્યો હોવાની અટકળો
મૃતકોમાં એક ભુજનો અને બીજો સામત્રાનો યુવક
પ્રાથમિક માહિતી સૂત્રોના આધારે
ભૂજથી બે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભૂજના ભાગોળે સેડાતા રોડ પાસે બે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે આ મૃતદેહની જાણ પોલીસને થતા પોલીસ ટીમના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર અંદાજિત 25 થી 30 વર્ષના બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.
આ યુવકોએ આત્મહત્યા કરી લીધી હોવાની અટકળો હાલ ચાલી રહી છે. એક યુવક ભૂજ શહેરનો છે તો બીજાે સામત્રા ગામનો હોવાનું બહાર આવ્યો છે. પોલીસે આ મૃતદેહ અંહે હાલ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. પોલીસ હાલ આજુબાજુના લોકોને પુછપરછ કરીને આ મૃતદેહ વિશે તમામ માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે.
પોલીસ હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આપઘાત કર્યો છે કે હત્યા થઇ છે. હાલ પોલીસ આ કેસ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.
