Gujarat News: ચોમાસામાં થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીને મોટાપાયે નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય કૃષિ વિભાગે દિવાળીની મોડી સાંજે 1138 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જોકે, આ જાહેરાતને હવે છ મહિના વીતી ગયા હોવા છતાં, 700થી વધુ ખેડૂતો (Farmers)ને હજુ સુધી સહાય મળી શકી નથી.
વિધાનસભામાં કૃષિ વિભાગે કરી કબૂલાત
ખાસ વાત એ છે કે, આ મામલે ખુદ રાજ્ય કૃષિ વિભાગે વિધાનસભામાં કબૂલાત કરી છે કે અનેક ખેડૂતો હજુ સહાયથી વંચિત છે. બનાસકાંઠા (Banaskantha ) સહિત કુલ છ જિલ્લાઓમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે.
ખેડૂતો (Farmers)ની હાલત દિવસ પ્રતિદિન કઠિન
ગુજરાતના ખેડૂતો માટે હાલ ખેતી કરવી વધુ પડકારજનક બની રહી છે. એક તરફ ખાતર, બિયારણ અને ખેત મજૂરીના ખર્ચામાં વધારો થયો છે, તો બીજી તરફ સિંચાઈ માટે પાણી અને વીજળીની સમસ્યાઓ યથાવત છે. આ ઉપરાંત પાકને યોગ્ય ભાવ પણ મળતા નથી, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે વધુ દબાણમાં આવી રહ્યા છે.

કુદરતી આફત પછી સહાયમાં વિલંબ
અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાન પછી સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય પેકેજ ખેડૂતો (Farmers) માટે આશાનો કિરણ બન્યું હતું, પરંતુ સહાયની ચૂકવણીમાં વિલંબ થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
10 હજાર કરોડના પેકેજમાં પણ પ્રશ્નચિહ્ન
કૃષિ વિભાગ (Agriculture Department) દ્વારા જાહેર કરાયેલા વધુ એક 10 હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજમાં પણ અનેક ખેડૂતો (Farmers) સહાયથી વંચિત રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થયા બાદ પણ ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં આવી નથી.
દ્વારકામાં પણ સમસ્યા યથાવત
દ્વારકા જિલ્લામાં 971 ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી હતી, છતાં ઘણા ખેડૂતોને હજુ સુધી પૈસા મળ્યા નથી. આ મામલે કૃષિ વિભાગની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો:મોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર ચુકવવા સાંસદ ધવલ પટેલે રાજ્યના કૃષિ મંત્રીને લખ્યો પત્ર
આ પણ વાંચો:છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. 12,389 કરોડથી વધુની પાક નુકશાન સહાય ચૂકવાઈ
આ પણ વાંચો:બનાસકાંઠામાં મીની વાવાઝોડાથી ભારે નુકશાન, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી
