Gandhinagar News/ છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. 12,389 કરોડથી વધુની પાક નુકશાન સહાય ચૂકવાઈ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાક નુકશાન સહાયના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 99.43 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.12,389 કરોડથી વધુની પાક નુકશાન સહાય અપાઈ છે. પાક નુકશાન સહાય પેટે ગત વર્ષે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 68,229 ખેડૂતોને રૂ. 100 કરોડથી વધુની સહાય અપાઈ છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : આજે 25મી ફેબ્રુઆરીએ વિધાનસભા સત્રમાં ગૃહના સભ્ય દ્વારા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને ખેડૂતોને પાક નુકશાન સામે આર્થિક નુકસાન સમયે સરકાર દ્વારા કેટલી સહાય ચૂકવવામાં આવી છે તે બાબતે પ્રશ્ન કરવામાં આવ્ચો હતો. જેના જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે ખેડૂતોને પાક નુકશાન સામે આર્થિક ટેકો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઈનપુટ સહાય ઉપરાંત આપત્તિની તિવ્રતાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ઉદાર અભિગમ દાખવી રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય પણ આપવામાં આવે છે.

વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ખેડૂતોને થયેલા પાક નુકશાન સામે ઉદાર અભિગમ દાખવી રાજ્યના 99.43 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.12,389 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખરીફ-2024 સિઝનમાં થયેલા ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં તથા જુનાગઢ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી, ઘાસચારો અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું. જેનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાના 18,023 તેમજ પોરબંદર જિલ્લાના 50,206 ખેડૂતોને મળી 68,229 ખેડૂતોને કુલ રૂ. 100 કરોડથી વધુ પાક નુકશાન સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરના ગારિયાધારમાં ધોધમાર વરસાદ વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ભરાયા પરવડી,વેળાવદર, રૂપાવટીના ગામોમાં વરસાદ ખેતર પાણીમાં

આ પણ વાંચો: માવઠાથી થયેલ નુકસાન અંગે સહાયની જાહેરાત ખેડૂત દીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં મળશે સહાય બાગાયતી પાકોમાં હેક્ટરદીઠ 30,600 ચૂકવાશે સહાય વધુમાં વધુ 2 હેક્ટરની

આ પણ વાંચો: રાજયભરમાં કમોસમી વરસાદ વરસાદને કારણે મોટાપાયે પાકને નુકસાન વરસાદના કારણે અનેક જીલ્લામાં ખેડૂતોને નુકસાન રાજય સરકાર પાક નુકશાનનો કરાવશે સર્વે