Jamnagar/ ‘મનરેગા યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં કુલ 7.46 લાખથી વધુ રોજગારી’, ગ્રામવિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ

વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ કહ્યુ કે, મનરેગા યોજના હેઠળ જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કુલ 7.46 લાખથી વધુ માનવદિન રોજગારી ઉભી થઈ છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા મનરેગા યોજના અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ 2023-24માં 4,48,580 જેટલી તેમજ વર્ષ 2024-25માં 2,97,614 માનવદિન રોજગારી ઊભી થઈ છે. જેના માટે એક માનવદિન રોજગારીનો દર ગત તા. 01/04/2024થી રૂ.280/- નક્કી કરવામાં આવ્યો છે.

વર્ષ 2023-24માં ઉભી થયેલી કુલ માનવદિન રોજગારી પૈકી 1,69,000થી વધુ રોજગારી મહિલાઓ માટે તેમજ વર્ષ 2024-25માં 1,22,000થી વધુ રોજગારી મહિલાઓ માટે ઉભી થઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વિધાનસભા સભ્યના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ 2023-24માં અનુસૂચિત જાતિ માટે 70 હજારથી વધુ તેમજ અનુસૂચિત જનજાતિ માટે 2494 માનવદિન રોજગારી ઉભી થઈ છે. જ્યારે વર્ષ 2024-25માં અનુસૂચિત જાતિ માટે 48,900 તેમજ અનુસૂચિત જનજાતિ માટે 2508 માનવદિન રોજગારી ઉભી થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. 12,389 કરોડથી વધુની પાક નુકશાન સહાય ચૂકવાઈ

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં રૂ. 84.29 લાખના ખર્ચે કુલ 231 સામુહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ પૂર્ણ કરાયા:કુંવરજીભાઈ હળપતિ  

આ પણ વાંચો: છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના 17,932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.37 કરોડની સહાય અપાઇ