Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 501 લોકોનાં મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 36,604 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોવિડ-19 નાં કુલ કેસની સંખ્યા વધીને 94,99,414 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19 ને કારણે 501 લોકોનાં મોત પણ થયાં છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 1,38,122 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના વાયરસનાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,28,644 […]

Top Stories

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 36,604 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોવિડ-19 નાં કુલ કેસની સંખ્યા વધીને 94,99,414 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19 ને કારણે 501 લોકોનાં મોત પણ થયાં છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 1,38,122 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના વાયરસનાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,28,644 છે.

દેશમાં રિકવરી દર વધીને 94.03% પર પહોંચી ગયો છે, જ્યારે કોરોનાથી મૃત્યુ દર 1.45% નોંધવામાં આવ્યો છે. સક્રિય દર્દીઓ દેશમાં હજી પણ 4.51% છે, જ્યારે પોઝિટિવિટી રેટ 3.33% છે. છેલ્લા 24 કલાકમાં, 43,062 દર્દીઓ કોરોના ચેપથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં દેશમાં ઠીક દર્દીઓની કુલ સંખ્યા વધીને 89,32,647 થઈ ગઈ છે.

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10,96,651 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 14,24,45,949 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…