Not Set/ અંકલેશ્વર: કુખ્યાત બુટલેગરનાં ઘરે પોલીસ ત્રાટકી,બે મહિલા અને એક પુરુષ બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર, અંકલેશ્વરના કાગઝીવાડ ખાતે રહેતા કુખ્યાત બુટલેગર સજ્જુ પઠાણના ઘરે ભરૂચ ક્રાઈમ બાંચ અને અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં બે મહિલા અને એક પુરુષ બુટલેગરને ઝડપી પાડી હતી અને 4.99 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર સજ્જુ પઠાણ ફરાર થઈ ગયો હતો. પોલીસે સજ્જુ પઠાણને વોન્ટેડ જાહેર કરી ધરપકડના […]

Top Stories Gujarat Others Videos

અંકલેશ્વર,

અંકલેશ્વરના કાગઝીવાડ ખાતે રહેતા કુખ્યાત બુટલેગર સજ્જુ પઠાણના ઘરે ભરૂચ ક્રાઈમ બાંચ અને અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા.

જેમાં બે મહિલા અને એક પુરુષ બુટલેગરને ઝડપી પાડી હતી અને 4.99 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર સજ્જુ પઠાણ ફરાર થઈ ગયો હતો.

પોલીસે સજ્જુ પઠાણને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સજ્જુ પઠાણ પોલીસ જપ્તમાંથી થોડા દિવસ પહેલાં જ બહાર આવ્યો હતો.

નોંધનિય છે કે,31 ડિસેમ્બરને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાર્ટી કરનારા લોકોની સાથે બુટલેગરો પણ જાણે દારૂનો સ્ટોક અગાઉથી જ કરી રહ્યા હોય તેવી વિગતો સપાટી ઉપર આવી હતી.

જેને લઈને પોલીસે પણ સઘન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી દારૂની ગેરકાયદે સપ્લાય કરતા તત્વો ઉપર સકંજો કસી કાર્યવાહી કરી રહી છે.