Rajkot Viral Video Case : રાજકોટ શહેરમાંથી એક શમર્શાર અને સમાજને ઝંઝોડે તેવી ઘટના સામે આવી છે. શહેરના મવડી ચોકડી નજીક 150 ફૂટ રિંગરોડ પર જાહેર રસ્તા પર એક 82 વર્ષીય વૃદ્ધે પૌત્રીની ઉંમરની કિશોરી સાથે અડપલાં કર્યા હોવાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. ઘટના સામે આવતા જ પોલીસે (Police) ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાફિકભર્યા માર્ગ પર કારની આડમાં અડપલાં
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો (Video) માં એક વૃદ્ધ વ્યક્તિ એક બાળકને રમાડતો દેખાય છે, જ્યારે તેની બાજુમાં ઊભેલી 8થી 10 વર્ષની ઉંમરની બાળકી સાથે તે અશ્લીલ રીતે વર્તન કરે છે. વીડિયોમાં વૃદ્ધ બાળકીના ગુપ્ત ભાગે હાથ ફેરવતો નજરે પડે છે અને આ હરકત લગભગ દોઢથી બે મિનિટ સુધી ચાલુ રહે છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર આવી ઘટના બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

વીડિયો (Video) વાયરલ થતા પોલીસ એક્શનમાં
આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ માલવિયાનગર પોલીસ સ્ટેશન (Police Station) તાત્કાલિક હરકતમાં આવ્યું. પોલીસે તપાસ હાથ ધરી અને લાભદીપ સોસાયટીમાં રહેતા 82 વર્ષીય વિરમ બરાડીયા નામના વૃદ્ધને ઝડપી લીધો છે.
માલવિયાનગર પોલીસ સ્ટેશનના PI જિજ્ઞેશ દેસાઈએ જણાવ્યું હતું કે, બપોરના સમયે વીડિયો તેમના ધ્યાનમાં આવ્યો હતો, ત્યારબાદ તરત જ તપાસ શરૂ કરી આરોપીને હસ્તગત કરવામાં આવ્યો. અગાઉ પણ આવી હરકત કર્યાની શંકા
આરોપી વૃદ્ધ અગાઉ પણ બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરી ચૂક્યો હોવાની શંકા છે. આરોપી બાળકીના પાડોશમાં જ રહેતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપી પોતાના પૌત્રને લઈ ફરવા નીકળ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
સમાજ અને માતાપિતામાં ચિંતા
આ ઘટના બાદ શહેરમાં માતાપિતાઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભારે ચિંતા ફેલાઈ છે. લોકો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
માતાપિતાઓ માટે મહત્વની સલાહ
બાળકો ઘણીવાર સાચું-ખોટું ઓળખી શકતા નથી. કોઈ પ્રેમથી વાત કરે કે લાલચ આપે તો બાળકો તરત વિશ્વાસ કરી લે છે. તેથી માતાપિતાની જવાબદારી છે કે બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશે સમજાવો. અજાણ્યા વ્યક્તિથી અંતર રાખવાની ટેવ પાડો. કોઈ અશોભનીય વર્તન થાય તો તરત જણાવવાનું શીખવો
આ પણ વાંચો:જ્વેલર્સ દંપતીએ કરી આત્મહત્યા, આપઘાત કરતા પહેલા પતિ-પત્નીએ સાથે લીધી હતી સેલ્ફી
આ પણ વાંચો: રાજકોટ શોકમાં: નિવૃત્ત એન્જિનિયર અને પત્નીએ ઝેર પીને કર્યો સજોડે આપઘાત
આ પણ વાંચો: રાજકોટની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત, , બેદરકારી પર સવાલ
