Health News: ખજૂર (Dates)માં ફાયબર અને પોટેશિયમ અને ઘણા પોષક તત્વ રહેલા હોય છે, ખજૂરની માગ શિયાળામાં ખૂબ વધી જાય છે. પરંતુ ઉનાળામાં પણ લોકો આરોગતા હોય છે. ખજૂર ખાવામાં ગરમ હોય છે તો શું ઉનાળામાં ખજૂરનું સેવન કરી શકાય? અને જો કરી શકાય તો કેવી રીતે સેવન કરવું?
શું ખજૂરનું સેવન ઉનાળામાં કરી શકાય?
નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઉનાળામાં ખજૂરનું સેવન કરી શકાય પરંતુ અમુક વાતને ખાસ ધ્યાનમાં રાખીને. ખજૂર એક કુદરતી મીઠાશ (Natural Sugar) ધરાવતું ફળ છે, તેના સેવનથી બ્લડ સુગર લેવલ વધી શકે છે, જેથી ડાયાબિટીસના દર્દીએ ખજૂરનું સેવન કરવામાં ધ્યાન રાખવું જોઈએ.
કોને ઉનાળામાં ખજૂરનું સેવન કરવું જોઈએ
નિષ્ણાંતો અનુસાર ખજૂરની તાસીર ગરમ હોય છે, ઉનાળામાં ખજૂર ખાવાથી શરીરના અંદરનું તાપમાન વધી શકે છે અને જેમને સાંધાનો દુખાવાની સમસ્યા હોય તો તે ખજૂરનું સેવન કરી શકે છે.
પાણીમાં પલાળીને ખજૂરનું સેવન કરવું
નિષ્ણાંત અનુસાર જો તમે ઉનાળામાં ખજૂરનું સેવન કરો છો તો, ખજૂરને પાણીમાં પલાળીને રાખવું. તેનાથી શરીરમાં ગરમી ઓછી થાય છે. ત્યારબાદ 40 મિનિટ પછી પાણી વધુ પીવું જોઈએ જેનાથી શરીરમાં પાણી જળવાઈ રહે.
દૂધ સાથે મિક્સ કરીને સેવન કરવું
ખજૂરને તમે દૂધ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. ઉનાળામાં દૂધ સાથે મિક્સ કરેલ ખજૂરનું સેવન કરવાથી શરીરની તાસીર સામાન્ય રહે છે.
આ પણ વાંચો:ખજૂરમાંથી બનાવો આ 5 વસ્તુઓ, જ્યારે તમે તેને ખાઓ ત્યારે મેળવો ઈન્સ્ટન્ટ એનર્જી
આ પણ વાંચો:શિયાળામાં જરૂર બનાવો ખજૂર અને અંજીરની બરફી, રહેશે શરીરમાં ગરમાવો
આ પણ વાંચો:લસણની ચટણીમાં આ 1 વસ્તુ ઉમેરી દો, ભોજનનો સ્વાદ વધી જશે