બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન (ShahRukh Khan)ના મુંબઈ સ્થિત પ્રસિદ્ધ બંગલા ‘મન્નત’ પરિસરમાંથી અચાનક 8 ફૂટ લાંબો સાપ મળી આવતા સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના 17 ઓગસ્ટના રોજ બંગલાના લૉન વિસ્તારમાં બની હતી. ખાસ વાત એ રહી કે આ ઘટના નાગપંચમીના પવિત્ર તહેવારના દિવસે જ સામે આવી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ અલગ-અલગ તર્ક-વિતર્ક કરી રહ્યા છે.
ShahRukh Khan : સ્નેક કેચરે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ જાણીતા સ્નેક કેચર (Snake Catcher)વિક્કી દુબે અને તેમની ટીમને ‘મન્નત’ ખાતે બોલાવવામાં આવ્યા હતા. ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક લૉનમાં શોધાખોળ કરીને 8 ફૂટ લાંબા સાપને પકડી લીધો હતો. તપાસ બાદ માલૂમ પડ્યું કે આ સાપ ‘ધમણ’ (ઇન્ડિયન રેટ સ્નેક) પ્રજાતિનો હતો, જે સંપૂર્ણપણે બિન-ઝેરી હોય છે. સાપ બિન-ઝેરી હોવાની પુષ્ટિ થતાં જ બંગલાના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.
નાગપંચમીનો સંયોગ અને બંગલાની ખાસિયત
સામાજિક અને સાંસ્કૃતિક (Social and cultural)માન્યતાઓ અનુસાર, નાગપંચમીના દિવસે ઘરમાં સાપ કે તેની કાંચળી દેખાવી શુભ સંકેત અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બાંદ્રામાં આવેલા શાહરૂખના આ આલીશાન બંગલા ‘મન્નત’ની હાલની અંદાજિત કિંમત ₹300 કરોડથી વધુ છે. તાજેતરમાં જ અભિનેત્રી અર્ચના પૂરન સિંહના ઘરેથી પણ સાપની કાંચળી મળી આવી હતી.
કિંગ ખાનના આગામી ફિલ્મી પ્રોજેક્ટ્સ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘કિંગ’ (King)માં જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે, જેમાં તેમની સાથે તેમની પુત્રી સુહાના ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી અને રાઘવ જુયાલ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં નજરે પડશે.
આ પણ વાંચો :‘તારક મહેતા’ ફેમ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો, બોલિવૂડના જાણીતા વ્યક્તિ પર ગંભીર આરોપ
આ પણ વાંચો :સુપરસ્ટાર નયનતારાએ ‘ટૉક્સિક’ માટે મુંડન કરાવ્યું? તિરુપતિથી વાયરલ થયેલી તસવીરોનું સત્ય સામે આવ્યું
