Entertainment News/ ગોવિંદા-સુનિતા આહુજાના સંબંધોના વિવાદમાં કાશ્મીરા શાહની એન્ટ્રી: ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ‘વિશ્વાસઘાત’ પર વ્યક્ત કરી ચિંતા

ગોવિંદા (Govinda) અને સુનિતા આહુજા વચ્ચે ચાલી રહેલા કૌટુંબિક વિવાદ વચ્ચે કાશ્મીરા શાહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેણે લગ્ન તૂટવા અને સંબંધોમાં છેતરપિંડી વિશે પોતાની વાત રજૂ કરી છે.

Entertainment
Govinda Another major conflict within family

Entertainment News : બોલીવુડના ‘હીરો નંબર 1’ ગોવિંદા (Govinda)અને તેમની પત્ની સુનિતા આહુજા (Sunita Ahuja)વચ્ચેનો કૌટુંબિક વિવાદ હાલમાં વધુ વણસી રહ્યો છે. સુનિતા દ્વારા ગોવિંદા પર મૂકવામાં આવેલા સંબંધોના ગંભીર આરોપો વચ્ચે હવે તેમની પુત્રવધૂ અને એક્ટ્રેસ કાશ્મીરા શાહે સોશિયલ મીડિયા પર એક કટાક્ષપૂર્ણ પોસ્ટ શેર કરી છે. જેણે આ સમગ્ર મામલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

Govinda : કાશ્મીરા શાહની વાયરલ પોસ્ટ અને ‘વિશ્વાસઘાત’ નો ઉલ્લેખ

કાશ્મીરા શાહે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram)પર હૃદય આકારના વાદળની તસવીર મૂકીને એક ભાવુક પણ કટાક્ષથી ભરેલી નોટ લખી છે. તેણે લખ્યું કે, “શું સાચો પ્રેમ આજે પણ અસ્તિત્વ ધરાવે છે? કોઈને પૈસા ખર્ચીને ખાસ અનુભવ કરાવવો એ જ શું પ્રેમ છે? આજકાલ લગ્નો તૂટતા જોવા અને સંબંધોમાં લોકોને છેતરપિંડી કરતા જોવા ખૂબ જ નિરાશાજનક છે.” જોકે કાશ્મીરાએ ગોવિંદા કે સુનિતાનું નામ સીધું નથી લીધું, પરંતુ ફેન્સ સમજી ગયા છે કે આ ઈશારો કોના તરફ છે.

Govinda

‘સુગર ડેડી’ નો કટાક્ષ અને ગોવિંદાનો વળતો પ્રહાર

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગોવિંદા પોતાની સહ-અભિનેત્રી (Co-actress)કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોવા મળ્યા હતા. તેના પર પ્રતિક્રિયા આપતા સુનિતા આહુજાએ ગોવિંદાને કોમલના ‘સુગર ડેડી’ કહી દીધા હતા અને જાહેરમાં આવી હરકતો કરવા બદલ શરમ અનુભવવાની સલાહ આપી હતી. આ આરોપો સામે ગોવિંદાએ પણ મૌન તોડતા કહ્યું હતું કે, “સુનિતા, તારે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. પૈસા અને વિખ્યાતિનો અર્થ એ નથી કે કોઈને પણ જાહેરમાં બદનામ કરી શકાય.”

જૂના ઝઘડા બાદ ફરી સંબંધોમાં અસ્થિરતા

નોંધનીય છે કે કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ સાથે સુનિતા આહુજાનો વર્ષો જૂનો કૌટુંબિક અણબનાવ તાજેતરમાં જ એક રિયાલિટી શો દરમિયાન પૂરો થયો હતો. પરંતુ હવે ગોવિંદા-સુનિતાના અંગત સંબંધોમાં આવેલી આ તિરાડ વચ્ચે કાશ્મીરાની આ પોસ્ટે ફેન્સમાં નવી ચર્ચાઓ જગાવી દીધી છે.


આ પણ વાંચો :Gujarat Gas CNG Price Hike: CNGના ભાવમાં ₹3.75નો વધારો, નવા ભાવ જાણો

આ પણ વાંચો :ટાટા મોટર્સની Punch EV ધૂમ મચાવી રહી છે: 8 મહિનાનું વેટિંગ, માસિક સપ્લાય ક્ષમતામાં મોટો વધારો

આ પણ વાંચો :સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો આજે 24K અને 22K સોનાનો ભાવ