મુંબઈ
કિંગ ખાન શાહરુખ ખાનની આગામી ઝિરોનું ટ્રેલર આવતીકાલે લોન્ચ થવાનુ છે, જેને લઈને શાહરુખના ચાહકો ખૂબ જ એક્સાઈટેડ છે.
આ ફિલ્મની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.

ત્યારે ટ્રેલર લોન્ચ થાય તેના એક દિવસ પહેલા ફિલ્મના બે નવા પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
ઝિરોમાં શાહરુખ સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા રોમાન્સ કરતી નજરે પડશે. ત્યારે નવા પોસ્ટર્સમાં ફિલ્મની બન્ને અભિનેત્રીઓનો લૂક દર્શાવવામાં આવ્યો છે.
જેમાં એક પોસ્ટરમાં શાહરુખ સાથે અનુષ્કા શર્મા વીલચેર પર બેઠેલી જાવા મળી છે, તો બીજા પોસ્ટરમાં શાહરુખ અને કેટરીના અબાઉટ ટૂ કિસ મૂડમાં જાવા મળે છે. અનુષ્કા શર્માને પોસ્ટરમાં વીલચેર પર બેઠેલી દર્શાવાઈ છે, જેથી એવુ બની શકે છે કે તે ફિલ્મમાં ફિઝિકલી ચેલેન્જ્ડ હોય, તો કેટરીના કૈફ ફિલ્મમાં ગ્લેમરનો તડકો લગાવતી નજરે પડશે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મને આનંદ એલ રાય દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.
