Priyanka Weight Loss News : ટીવીની દુનિયા બહારથી જેટલી ગ્લેમરસ દેખાય છે, અંદરથી કલાકારો માટે તેટલી જ પડકારજનક હોય છે. ખાસ કરીને ‘બિગ બોસ’ (Big Boss)જેવા રિયાલિટી શોમાં સ્પર્ધકોને ઓછા રાશન અને ભારે તણાવ વચ્ચે રહેવું પડે છે, જેના કારણે ઘણા લોકોનું વજન ઘટી જતું હોય છે.
પરંતુ ‘ઉડારિયાં’ ફેમ અને બિગ બોસ-16 ની લોકપ્રિય સ્પર્ધક પ્રિયંકા ચહર ચૌધરી સાથે જે થયું, તે માત્ર શોના કારણે નહોતું. શો પૂરો થયા પછી પ્રિયંકાનું વજન એટલું ઘટી ગયું હતું કે લોકો તેને ઓળખી પણ નહોતા શકતા. હવે લાંબા સમય બાદ અભિનેત્રીએ આ પાછળનું કડવું સત્ય દુનિયાને જણાવ્યું છે.

સર્જરી અને દવાઓની આડઅસર
હાલમાં એકતા કપૂરના સુપરહિટ શો ‘નાગિન 7’ (Naagin 7) માં લીડ રોલ કરી રહેલી પ્રિયંકાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના સ્વાસ્થ્ય વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે બિગ બોસ-16 પછીનો સમય તેના માટે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ કષ્ટદાયક હતો.
તેણે કહ્યું, “ગયા વર્ષે મારે એક સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી પછી હું આખું વર્ષ દવાઓ પર હતી. આ દવાઓની આડઅસરને કારણે મારી ભૂખ સાવ મરી ગઈ હતી. મને ખાવાનું ભાવતું જ નહોતું અને તેના કારણે મારું વજન ઝડપથી ઘટવા લાગ્યું અને હું ખૂબ જ પાતળી થઈ ગઈ હતી.”
સોશિયલ મીડિયા પર ‘બોડી શેમિંગ’નો શિકાર
એક તરફ પ્રિયંકા (Priyanka) બીમારી સામે લડી રહી હતી, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા હતા. જ્યારે તે તેના ફોટા કે વિડીયો અપલોડ કરતી, ત્યારે યુઝર્સ તેની મજાક ઉડાવતા કોમેન્ટ્સ કરતા હતા. કોઈ કહેતું કે “તું કંઈક ખાવાનું રાખ”, તો કોઈ કહેતું “સાવ હાડપિંજર જેવી થઈ ગઈ છે”. પ્રિયંકા (Priyanka)એ જણાવ્યું કે આ સમય દરમિયાન તેને ભયંકર ‘બોડી શેમિંગ’ (Body Shaming) નો સામનો કરવો પડ્યો હતો.
પ્રિયંકાએ (Priyanka) ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
લોકોની આવી વાતો સાંભળીને પ્રિયંકા (Priyanka)ખૂબ દુઃખી થતી હતી. તેણે પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું કે, “જ્યારે હું વજન ઘટવાની સમસ્યાથી પીડાતી હતી, ત્યારે લોકો મને વગર માંગે સલાહ આપતા હતા.
ત્યારે હું મનોમન વિચારતી કે, ‘શું તમને જરા પણ અંદાજ છે કે હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું?’ લોકોને મારી તકલીફ ખબર નહોતી છતાં તેઓ જજમેન્ટ આપતા હતા.”
તેણે આગળ કહ્યું, “એટલે જ હું હંમેશા કહું છું કે, ક્યારેય કોઈના દેખાવ કે વજન પર ટિપ્પણી ન કરવી જોઈએ. આપણે નથી જાણતા કે સામેવાળી વ્યક્તિ કઈ લડાઈ લડી રહી છે. જો તમે કોઈના વખાણ ન કરી શકો, તો મહેરબાની કરીને ચૂપ રહો, પણ કોઈનું દિલ દુભાય તેવું ન બોલો.”
પ્રિયંકા (Priyanka)ની કારકિર્દીનો નવો વળાંક
નોંધનીય છે કે પ્રિયંકા (Priyanka)ચૌધરી હવે મુશ્કેલ સમયમાંથી બહાર આવી ગઈ છે. ‘બિગ બોસ 16′ પછી તેણે તુષાર કપૂર સાથે ‘દસ જૂન કી રાત’ નામની વેબ સિરીઝ કરી હતી, જોકે તેને ખાસ સફળતા મળી ન હતી. પરંતુ હવે તેને ટીવીનો સૌથી મોટો શો ‘નાગિન’ મળ્યો છે. ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ‘નાગિન’ બનીને પ્રિયંકા ફરીથી ટીવી સ્ક્રીન પર કેવી ધમાલ મચાવે છે.
આ પણ વાંચો:ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ
આ પણ વાંચો:ધુરંધર ફિલ્મ વિવાદમાં સપડાઈઃ બલોચ સમાજમાં આક્રોશ
આ પણ વાંચો:‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!
