અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકર વિરુદ્ધ એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિએ તેના પર થપ્પડ મારી અને દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ વ્યક્તિએ એક્ટર સામે પુણેનાં યવત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આપને જણાવી દઇએ કે, આ ઘટના 15 જાન્યુઆરીની છે. આ ઘટનાનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે રાત્રે 10.30 વાગ્યે પુણે-સોલાપુર હાઈવે પર એક વ્યક્તિએ મહેશ માંજરેકરની કારને ટક્કર મારી હતી. તે પછી મહેશ કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને બીજી કારવાળા સાથે તેમનો વિવાદ શરૂ થયો હતો. આ ઘટના બાદ વ્યક્તિએ મહેશ પર દુર્વ્યવહાર અને થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો હતો. વ્યક્તિનું કહેવું છે કે, કારની ટક્કર થતા તે ઝઘડો થયો હતો. હાલ માંજરેકર વિરુદ્ધ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 504 અને 506 હેઠળ ફરિયાદ નોંધી છે. કામની વાત કરીએ તો મહેશ માંજરેકરે ઘણી ફિલ્મોમાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. તેમણે બોડીગાર્ડ, રેડી, હિંમતવાલા, દબંગ અને જય હો જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે.
Maharashtra: A non-cognizable offence has been registered at Yavat Police Station in Pune against actor Mahesh Manjrekar for allegedly slapping and abusing a person over an incident of road rage on January 15.
— ANI (@ANI) January 17, 2021
આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2020 માં મહેશ માંજરેકર અન્ડરવર્લ્ડ ડોન તરફથી ધમકી મળવાના સમાચારને કારણે ચર્ચામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર મહેશ માંજરેકરને ફોનથી ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી રૂપિયા 35 કરોડની માંગ કરવામાં આવી હતી. જે બાદ મહેશ માંજરેકરે દાદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમનાં એક માણસે તેમને ફોન કરીને ધમકી આપી હતી. જણાવી દઇએ કે, મહેશ માંજરેકર બોલિવૂડનાં મોટા દિગ્દર્શકોમાંના એક છે. જેમણે સંજય દત્ત સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. વળી, સંજય દત્ત સાથેની તેમની ફિલ્મ ‘વાસ્તાવ’ એ ઘણા મોટા એવોર્ડ જીત્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
