Entertainment News : પોતાની એક જ આંખ મારવાની અદા (Wink Gesture) થી સમગ્ર દેશમાં મશહૂર થયેલી દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash)ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં એક બ્રાન્ડ પ્રમોશનલ ઈવેન્ટ (Brand Promotional Event)દરમિયાન ચમકીલા નારંગી (કેસરી) રંગના આઉટફિટમાં પહોંચેલી પ્રિયાના કપડાંના રંગને લઈને એક રિપોર્ટર દ્વારા અણછાજતો સવાલ પૂછવામાં આવ્યો હતો. જોકે, અભિનેત્રીએ અત્યંત શાંતિ અને સમજદારીપૂર્વક જવાબ આપીને રિપોર્ટરની બોલતી બંધ કરી દીધી હતી.
રિપોર્ટરના સવાલ પર પ્રિયા પ્રકાશનો વિવેકપૂર્ણ પલટવાર
ઈવેન્ટ દરમિયાન એક યુટ્યુબર રિપોર્ટરે પ્રિયાને પૂછ્યું કે શું ભગવા (નારંગી) રંગનો ડ્રેસ પસંદ કરવા પાછળ કોઈ ખાસ રાજકીય કે ધાર્મિક કારણ હતું? અથવા કેરળના ‘ઓરેન્જ એલર્ટ’ ની કોઈ અસર તેના પહેરવેશ પર થઈ છે? આ સવાલનો વિવેકપૂર્ણ (Prudent)જવાબ આપતા પ્રિયાએ સામે સવાલ કર્યો, “આ ડ્રેસ અને તેના રંગમાં શું તકલીફ છે?” ત્યારબાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે આ રંગની પસંદગી પાછળ કોઈ પોલિટિકલ કે રિલિજિયસ મેસેજ નથી, પરંતુ તે જે બ્રાન્ડનું પ્રમોશન કરી રહી છે તેના થીમ કલર સાથે મેળ ખાતો હોવાથી તેણે આ લુક પસંદ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર રિપોર્ટરની ટીકા
આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં જ નેટિઝન્સ અને પ્રિયાના ચાહકોએ રિપોર્ટરની આકરી ટીકા કરી હતી. લોકોએ મીડિયાના વલણ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે લોકશાહી દેશમાં દરેક નાગરિકને પોતાની પસંદગીના કપડાં પહેરવાનો પૂર્ણ અધિકાર છે. કપડાંના રંગને રાજકારણ કે વિવાદ સાથે જોડવો ગેરવાજબી છે. આજના ડિજિટલ યુગમાં આવા બિનજરૂરી વિવાદો શિક્ષણ, કળા, વિકાસ અને સામાજિક સુધારણા જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવે છે.
પ્રિયા પ્રકાશ વોરિયરના અપકમિંગ પ્રોજેક્ટ્સ
ફિલ્મ ‘ઓરુ અદાર લવ’થી દેશભરમાં ફેમસ થયેલી પ્રિયા તાજેતરમાં ફિલ્મ ‘સરવમ માયા’માં ગેસ્ટ એપિયરન્સમાં જોવા મળી હતી. ટૂંક સમયમાં જ તેની આગામી હિન્દી અને સાઉથ ફિલ્મો ‘થ્રી મંકીઝ’ અને ‘લવ હેકર્સ’ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
આ પણ વાંચો :સલમાન ખાનના એપાર્ટમેન્ટ બહાર સુરક્ષામાં તૈનાત મુંબઈ પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી અવસાન
આ પણ વાંચો :કંગના રનૌતનું U-ટર્ન! હવે Gen Zને ગણાવી દેશની સૌથી મોટી તાકાત, કહ્યું- ‘આ પેઢી પર અમને ગર્વ છે’
આ પણ વાંચો :થલપતિ વિજય અને પત્ની સંગીતાના સંબંધમાં નવો વળાંક, છૂટાછેડાની અરજી પરત ખેંચાતા સમાધાનના સંકેત
