Entertainment News: ભાજપ સાંસદ અને અભિનેત્રી Gen Z અંગે આપેલા અગાઉના નિવેદન બાદ વિવાદોમાં ઘેરાયેલા કંગના રનૌતે હવે પોતાનું વલણ બદલ્યું છે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે થોડાક લોકોના વર્તનના આધારે આખી યુવા પેઢીનું મૂલ્યાંકન કરી શકાય નહીં. કંગનાએ Gen Zને દેશની સૌથી મોટી તાકાત ગણાવતા કહ્યું કે આજની સરકાર પણ આ યુવા પેઢીના જનાદેશથી બની છે અને દેશને આ પેઢી પર ગર્વ હોવો જોઈએ.
ભારે ટીકા બાદ Gen Z અંગે કંગના રનૌતનો યુ ટર્ન
તાજેતરમાં કેટલાક વિરોધ પ્રદર્શનોને લઈને કરેલી ટિપ્પણી બાદ કંગના રનૌત (Kangana Ranaut)ભારે ટીકા હેઠળ આવી હતી. જોકે હવે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર દેખાતા થોડાક લોકોના આધારે સમગ્ર જનરેશન ઝેડ વિશે નકારાત્મક અભિપ્રાય બાંધવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે દેશના મોટાભાગના યુવાનો જવાબદાર છે અને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ યુવા પેઢી ભારતની સૌથી મોટી શક્તિ છે.
યુવાનો સરકારની સૌથી મોટી શક્તિ હોવાનું આપ્યું નિવેદન
સંસદ બહાર મીડિયા સાથે વાત કરતાં કંગનાએ જણાવ્યું કે આજે દેશની સરકાર પણ યુવાનો (Youth)ના સમર્થનથી ચાલી રહી છે. તેમણે કહ્યું કે યુવાનો દેશના વિકાસમાં સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે અને દરેક યુવાનને થોડાક લોકોના વર્તન સાથે સરખાવવો યોગ્ય નથી.તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે અનેક યુવાનો રમતગમત, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.
Commonwealth Games નો ઉલ્લેખ કરીને યુવાનોની કરી પ્રશંસા
કંગના રનૌતે કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games)માં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તેમણે ઝારખંડના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે જવાબદાર યુવાનોની સંખ્યા ઘણી વધારે છે, જ્યારે થોડાક લોકો આખી પેઢીની છબીને નુકસાન પહોંચાડે છે.
Generation Gutter નિવેદન બાદ આપી હતી સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કંગના રનૌતે કેટલાક વિરોધ પ્રદર્શન કરનારા યુવાનોને ‘જનરેશન ગટર’ (Generation Gutter) કહી સંબોધ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતા કંગનાએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઉદ્દેશ સમગ્ર યુવા પેઢીને નિશાન બનાવવાનો નહોતો, પરંતુ જાહેરમાં અયોગ્ય વર્તન કરનારા કેટલાક લોકોની ટીકા કરવાનો હતો. હવે તેમણે ખુલ્લેઆમ જનરેશન ઝેડને દેશની સૌથી મોટી તાકાત ગણાવીને યુવાનોના સમર્થનમાં નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો:Gen-Z વિવાદમાં કંગના રનૌત ઘેરાયા: સંજય સિંહનો પલટવાર, ‘હજુ તો એક જ થપ્પડ પડી છે’
આ પણ વાંચો:રાખી સાવંતનો કંગના રનૌત પર પ્રહાર, ‘ચુડેલ’ કહીને જોરદાર વિરોધ નોંધાવ્યો
આ પણ વાંચો:‘નવી પેઢીની મહિલાઓ’ પર કંગના રનૌતની વિવાદિત ટિપ્પણી, ‘ગટર-ક્લાસ’ ગણાવી આકરા પ્રહારો
