Not Set/ ચાઈલ્ડ આર્ટિસ્ટથી કરિયર શરૂ કરનાર શ્રીદેવી ‘ફ્લાઈંગ કિસ’ આપતા આપતા પ્રભુ પાસે પહોંચી,જુઓ શાનદાર જીવનની તસ્વીરી ઝલક

મુંબઈ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તામિલનાડુમાં થયો હતો અને શ્રી દેવીએ પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત 4 વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેમની પહેલી  ફિલ્મ થિરૂમુગાની 1969 ની ભક્તિમય કરી હતી. શ્રીદેવીની ફેમેલી શ્રી દેવીના પિતા વકીલ અને માતા હાઉસવાઇફ હતા. શ્રીદેવીને એક બહેન અને બે સાવકા ભાઈ છે. […]

Entertainment

મુંબઈ

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તામિલનાડુમાં થયો હતો અને શ્રી દેવીએ પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત 4 વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેમની પહેલી  ફિલ્મ થિરૂમુગાની 1969 ની ભક્તિમય કરી હતી.

શ્રીદેવીની ફેમેલી

શ્રી દેવીના પિતા વકીલ અને માતા હાઉસવાઇફ હતા. શ્રીદેવીને એક બહેન અને બે સાવકા ભાઈ છે. બહેનનું નામ શ્રીલતા અને ભાઈઓના નામ આનંદ અને સતીષ છે.

શ્રીદેવીના લગ્ન

શ્રી દેવીએ વર્ષ 1996માં પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યાં હતા.

શ્રીદેવીના સંતાનો

શ્રીદેવીને બે પુત્રીઓ છે. એક જ્હાનવી કપૂર અને બીજી ખુશી કપૂર છે. જયારે બોની કપૂરની અગાઉની પત્નીનો એક છોકરો છે જેનું નામ અર્જુન કપૂર છે.

શ્રીદેવીની બોલીવુડમાં એન્ટ્રી

શ્રીદેવીએ બોલિવૂડના કેરિયરની શરૂઆત વર્ષ 1979માં કરી હતી અને તેમની બોલીવુડમાં પહેલી ફિલ્મ સોલવા સાવન આવી હતી અને શ્રી દેવીએ તેલુગુમાં સૌથી વધુ ફીલ્મો કમલ હસન અને રજનીકાંત સાથે કરી હતી અને હિન્દી ફિલ્મોમાં જીતેન્દ્ર અને અનીલ કપૂર સાથે કરી હતી.

શ્રીદેવીની પહેલી ફિલ્મ કરતા ટર્મની બીજી ફિલ્મ કે જે 1983માં રીલીઝ થયેલી હિમ્મતવાલાથી ઓળખ ઉભી કરી હતી. હિમ્મતવાલા ફિલ્મ વર્ષ 1983ની  બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી.

ત્યાર બાદ 1989માં ચાલબાઝમાં ફિલ્મ આવી હતી તેમાં ડબલ રોલની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં અનેરું સ્થાન મેળ્યું હતું અને આ ફિલ્મ 80ના દાયકાની આઈકોનિક ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. આ ફિલ્મ માટે શ્રીદેવીને માટે પહેલો ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો.

1991માં શ્રીદેવી યશરાજની  ફિલ્મ લમ્હેમાં જોવા મળ્યા હતા. ફિલ્મ લમ્હે માટે શ્રીદેવીને તેમનો બીજો ફિલ્મ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો મહત્વનું છે કે શ્રી દેવીને બોલીવુડના પ્રથમ મહિલા તરીકે પણ ઓળખવામાં આવતા હતા જોકે તેમણે હિન્દી ફિલ્મોની પહેલી સુપરસ્ટાર ગણવામાં આવતા હતા પરંતુ ભારત સરકારે તેને વર્ષ 2013માં પદ્મશ્રીથી નવાજીયા હતા.

શ્રીદેવીના નામની વાત કરીએ તો

ફિલ્મ ચાંદની પછી તેમણે લોકો ચાંદનીના નામથી બોલાવવા લાગ્યા હતા.

શ્રીદેવી ચાંદની સિવાઈ પણ બીજા નામ તરીકે ઓળખે છે  જેમ કે ‘મિસ હવા હવાઈ’ આ નામ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માંથી મળ્યું હતું.