Entertainment News : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ બહારથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનની સુરક્ષા (Security )વ્યવસ્થામાં તૈનાત મુંબઈ પોલીસના એક યુવાન કોન્સ્ટેબલ (Constable)નું ફરજ દરમિયાન અચાનક હૃદયરોગના હુમલા (Heart Attack) ને કારણે નિધન થયું છે.મૃતક પોલીસ જવાનની ઓળખ 41 વર્ષીય ગણેશ રાયતે (Ganesh Rayte)તરીકે થઈ છે, જેઓ મુંબઈ પોલીસના લોકલ આર્મ્સ યુનિટ (LA-4) માં પોતાની સેવાઓ આપી રહ્યા હતા.
ફરજ દરમિયાન અચાનક ઢળી પડ્યા જવાન
પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે સાંજે આશરે ૬:૦૦ વાગ્યાના સુમારે કોન્સ્ટેબલ ગણેશ રાયતે ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર પોતાની સુરક્ષા ડ્યુટી પર પોઈન્ટ પર જ હતા. આ દરમિયાન તેમને અચાનક છાતીમાં અસ્વસ્થતા અને તીવ્ર ગભરામણ અનુભવાઈ હતી, અને તેઓ ક્ષણભરમાં સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા.
ત્યાં હાજર અન્ય સુરક્ષા કર્મચારીઓ અને સાથી પોલીસકર્મીઓએ તાત્કાલિક ધોરણે તેમને નજીકમાં આવેલી ભાભા હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તબીબી તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.
લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર કડક પહેરો
ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાનને સતત મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ અને અગાઉ ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર થયેલા ગોળીબારના બનાવ પછી અભિનેતાની સુરક્ષા બુલેટપ્રૂફ બનાવી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ દ્વારા ચોવીસે કલાક તેમના નિવાસસ્થાન બહાર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ હાઈ-એલર્ટ સુરક્ષા કવચના ભાગરૂપે જ ગણેશ રાયતે ત્યાં પોસ્ટેડ હતા.
પોલીસ દળમાં શોકનું મોજું
એક ફરજનિષ્ઠ અને યુવાન સાથીદારના આ રીતે આકસ્મિક નિધનથી મુંબઈ પોલીસ વિભાગ, તેમના સહકર્મચારીઓ અને પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે. મુંબઈ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર વીઆઈપી સિક્યોરિટીમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓની લાંબી ડ્યુટી, માનસિક તણાવ અને તેમના સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર પડકારો સામે સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો :કંગના રનૌતનું U-ટર્ન! હવે Gen Zને ગણાવી દેશની સૌથી મોટી તાકાત, કહ્યું- ‘આ પેઢી પર અમને ગર્વ છે’
આ પણ વાંચો :મિથુન ચક્રવર્તીની તબિયત લથડી, કોલકાતાની હોસ્પિટલમાં સર્જરી સફળ, જાણો હવે કેવી છે ‘ડિસ્કો ડાન્સર’ની હાલત?
આ પણ વાંચો :થલપતિ વિજય અને પત્ની સંગીતાના સંબંધમાં નવો વળાંક, છૂટાછેડાની અરજી પરત ખેંચાતા સમાધાનના સંકેત
